________________
૧૧. તીર્થકરના માતા-પિતાના નામે
૧૬૧ તે તીર્થકરપણું શી રીતે ભગવાય છે? ત્રીજા ભવમાં બાંધેલું તીર્થકર નામકર્મ છેલ્લા ભવમાં સતત ધર્મદેશના આપવા દ્વારા ભગવાય છે. આ પ્રમાણે આગમના વચનથી સમજવું.
નિકાચિત કર્મ એટલે અવશ્ય જોગવવા લાયક કર્મ. અનિકાચિત એટલે ભગવાય અને ન પણ ભેગવાય. નિકાચિત જિનનામબંધ પૂર્વના ત્રીજા ભવથી લઈને તીર્થકરના ભવમાં અપૂર્વકરણના સંખ્યાતા ભાગ સુધી થાય છે, પછી બંધ વિચ્છેદ પામે છે. કેવળજ્ઞાન ઉત્પત્તિ થયા પછી અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ રૂપ દેવેંદ્રોએ કરેલ પ્રજોપચાર પછી પરમાત્મા, દેવ, મનુષ્ય, દાનની સભામાં જરા પણ થાક્યા વિના શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની પ્રરૂપણ-દેશના વડે અને શરીર સુગંધી વગેરે ચેત્રીસ અતિશય અને વાણીના પાંત્રીશ ગુરૂપ વચનાતિશય વડે તે જિનનામ કમ ભેગવાય છે. (૩૧૩-૩૧૯)
૧૧. તીર્થકરોના માતા-પિતાના નામ માતાના નામ
मरुदेवी १, विजय २, सेणा ३, सिद्धत्था ४, मंगला ५, सुसीमा६ य । पुहवी ७,लक्खण ८, रामा ९, नंदा १०, विण्हू ११, जया १२,सामा १३॥३२०॥ सुजसा १४, सुब्धय १५, अइरा १६, सिरी १७, देवी १८, पभावईय १९ । पउमावई २०, वप्पा २१, सिव २२, वम्मा २३, तिसला २४, इय ॥३२१॥
૧. ભગવાન ઋષભદેવની માતા મરૂદેવ, ૨. અજિતનાથની વિજ્યા, ૩. સંભવનાથની સેના, ૪. અભિનંદસ્વામીની સિદ્ધાર્થી, ૫. સુમતિનાથની મંગલા, ૬. પદ્મપ્રભુની સુસીમા, ૭. સુપાર્શ્વનાથની પૃથ્વી, ૮. ચંદ્રપ્રભની લમણ, ૯ સુવિધિનાથની રામા, ૧૦. શીતલનાથની નંદા, ૧૧. શ્રેયાંસનાથની વિષ્ણુ, ૧૨. વાસુપૂજ્ય સ્વામીની જયા, ૧૩. વિમલનાથની શ્યામા, ૧૪. અનંતનાથની સુયશા, ૧૫. ધર્મનાથની સુવ્રતા, ૧૬. શાન્તિનાથની અચિરા, ૧૭. કુંથુનાથની શ્રીદેવી, ૧૮. અરનાથની દેવી, ૧૯. મલ્લિનાથની પ્રભાવતી, ૨૦. મુનિસુવ્રતસ્વામીની પદ્માવતી, ૨૧. નમિનાથની વDા, ૨૨. નેમનાથની શિવા, ૨૩. પાર્શ્વનાથની વામો, ૨૪. વર્ધમાન સ્વામિની ત્રિશલા. (૩૨૦-૩૨૧) પિતાના નામ :
नाभी १, जियसत्त य २, जियारि ३ संवरे ४ इय । मेहे ५ धरे ६ पइट्टे ७ य, महसेणे य खत्तिए ८ ॥३२२॥ सुग्गीवे ९ दढरहे १० विण्हू ११, वसुपुज्जे १२ य खत्तिए । कयवम्मा १३ सीहसेणे १४ य, भाणू १५ विस्ससेणे इय १६ ॥ ३२३ ॥
૨૧