________________
૧૦. વીશ સ્થાનકઃ
. ૧૫૯
૧૪. ક્ષણ—લવ-સમાધિ-ક્ષણ, લવ એટલે કાળ. ઉપલક્ષણથી સમસ્ત કાળમાં સતત સંવેગ ભાવના રહેવારૂપ અને સધ્યાન સેવનપૂર્વક જે આત્મસમાધિ, તે ક્ષણ લવ સમાધિ.
૧૫. તપસમાધિ-બાહ્ય-અત્યંતર તપના ભેદમાં યથાશક્તિ સતત પ્રવૃત્તિ તે.
૧૬. ત્યાગસમાધિ- દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ એમ બે પ્રકારે ત્યાગ છે. અગ્ય આહાર, ઉપધિ, શય્યા, વગેરેને ત્યાગ અને ચગ્ય આહાર વગેરેનું સાધુઓને જે દાન તે દ્રવ્ય ત્યાગ. ભાવત્યાગ–કે ધ વગેરેને ત્યાગ અને જ્ઞાન વગેરેનું સાધુને જે દાન તે ભાવ ત્યાગ. આ બંને ત્યાગમાં સૂત્રાનુસારે યથાશક્તિ નિરંતર પ્રવૃતિ તે.
૧૭. વૈયાવચ્ચે સમાધિ-વૈયાવચ ૧૦ પ્રકારે છે. તે આ પ્રમાણે-વૈયાવચ્ચ એગ્ય 1. આચાર્ય, 2. ઉપાધ્યાય, 3. સ્થવિર, 4 તપસ્વી 5. ગ્લાન; 6. શૈક્ષક, 7. સાધર્મિક, 8. કુલ, 9. ગણ, 10. સંઘ. આ દરેકનું તેર પદાર્થો દ્વારા વૈયાવચ્ચ કરવું.
૧. ભેજનપ્રદાન, ૨. પાણી પ્રદાન, ૩. આસનપ્રદાન, ૪. ઉપકરણ, પ. પગ-પાદ પડિલેહણ, ૬. વસ્ત્ર પ્રદાન, ૭. ઔષધપ્રદાન, ૮. માર્ગ સહાયક, ૯. દુષ્ટ, ચેર વગેરેથી રક્ષા, ૧૦. વસ્તી પ્રવેશ વખતે દાંડે લે, ૧૧. માત્રા માટેનું વાસણ આપવું, ૧૨. સ્થડિલ માટે વાસણ, ૧૩. કફ-શ્લેષ્મ માટે વાસણ આ૫વું. આ વૈયાવચ્ચેના ભેદમાં યથાશક્તિ નિરંતર પ્રવૃત્તિ તે વૈયાવચ્ચ સમાધિ.
૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ–નૂતન જ્ઞાનનું નિરંતર ગ્રહણ કરવું તે. ૧૯. શ્રુતભક્તિ-શ્રુત વિષયક બહુમાન.
૨૦. પ્રવચન પ્રભાવના એટલે યથાશક્તિ દ્વાદશાંગી રૂપ પ્રવચનના અર્થોને ઉપદેશ આપવો. ઉપરોક્ત કારણોથી જીવ તીર્થકર નામકર્મ બાંધે છે. (૩૧૦-૩૧૨)
આમાંના કેટલાક સ્થાનની સૂત્રકાર સ્વયં વ્યાખ્યા કરે છે. संघो पवयणमित्थं गुरुणो धम्मोवएसयाईया । सुत्तत्थोभयधारी बहुस्सुया होति विक्खाया ॥ ३१३ ॥ जाईसुयपरियाए पडुच्च थेरो तिहा जहकमेणं । सट्ठींवरिसो समवायधारओ वीसवरिसो य ।। ३१४ ॥ भत्ती पूया वन्नप्पयडण वजणमवनवायस्स । आसायणपरिहारो अरिहंताईण वच्छल्लं ॥ ३१५ ॥ नाणुवओगोऽभिरंव देसणसुद्धी य विणयसुद्धी य । आवस्सयजोएसु सीलवएसु निरइयारो ॥ ३१६ ॥ संवेगभावणा झाणसेवणं खणलवाइकालेसु । तवकरणं जइजणसंविभागकरणे जहसमाही ॥ ३१७ ॥