________________
૧૨૪
પ્રવચનસારોદ્ધાર વીર્યાચાર ત્રણ પ્રકાર છે. મન-વચન-કાયાના યોગો પાપ પ્રયોગમાં હોય તો વીર્યાચારના ત્રણ અતિચારે થાય છે. (૨૭૦-૨૭૨) આશ્ચત૫
૧. અનશન -ખાવું તે અશન અને ન ખાવું તે અનશન. જેમાં આહાર નથી તે અનશન. આહાર ત્યાગરૂપ કહેવાય છે. તે અનશન ઈત્વરકથિક અને યાવત્રુથિકએમ બે પ્રકારે છે.
- ઈત્વર એટલે થોડા કાળનું. તે વીરશાસનમાં નવકારશીથી લઈ છ મહિના સુધીનું છે. ઋષભદેવના તીર્થમાં એક વર્ષ પર્યત અને મધ્યના તીર્થંકરના તીર્થમાં આઠ મહિના સુધીનું અનશન છે.
થાવત્રુથિક અનશન જીંદગી પર્યતનું હોય છે. તે ક્રિયા, ભેદ, ઉપાધિ વિશેષથી ત્રણ પ્રકારે છે. જેમ પાદપોપગમન, ઇગિતમરણ અને ભક્ત પરિણા–આ ત્રણેનું સ્વરૂપ ૧૫૭ મા દ્વારથી જાણવું. .
૨. ઉનેદરિકા-ઉન એટલે ઓછું. ઉદર એટલે પેટ. ભૂખ કરતાં ઓછું ખાવું તે ઉદરિકા. તે ઉણાદરી બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી ઉપકરણ, ભજન, પાણી વિષયક–એમ દ્રવ્યઉદરી ત્રણ પ્રકારની છે.
ઉપકરણ વિષયક ઉદરી જિનકલ્પી વિગેરે તેમ જ જિનકલ્પ વિગેરેનો અભ્યાસ કરનારાને જાણવી. બીજાઓને તે ઉપધિના અભાવે સમ્યગૂ સંયમનું પાલન થતું નથી. પરંતુ સ્થવિર કલ્પીઓએ વધારાના ઉપકરણ ન લેવા તે તેમના માટે ઉપકરણ ઉદરીકા છે. કહ્યું છે કે,
સંયમમાં ઉપકાર કરે તે ઉપકરણ કહેવાય. વધારાના ઉપકરણને અજયણુંવાળે સાધુ વાપરે છે તે અધિકરણ કહેવાય.
ભોજન-પાણીની ઉણોદરીકા પોતાના આહારના પ્રમાણથી ન્યૂન જાણવી. આહાર પ્રમાણ આ પ્રમાણે જાણવું. પુરુષ માટે બત્રીસ કોળીયા આહાર અને સ્ત્રી માટે અઠ્ઠાવીસ કેળીયા આહાર તૃપ્તિ માટે પૂરે છે. કેળીયાનું પ્રમાણ કુકડીના ઇંડા પ્રમાણ જાણવું. જે મોઢામાં નાખવાથી મોટું વિકૃત થાય નહિ.
તે ઉદરીકા અલ્પાહાર વિગેરે ભેદથી પાંચ પ્રકારે હોય છે. એક કેળીયાથી આઠ કેળીયા સુધી અલ્પાહાર કહેવાય. આમાં એક કેળીયા પ્રમાણ જઘન્ય અલ્પાહાર. બે થી સાત કેળીયા મધ્યમ અલ્પાહાર અને આઠ કેળીયા પ્રમાણુ આહાર એ ઉત્કૃષ્ટ અપાહાર.
નવ કેળીયા જઘન્ય અપાઈ ઉનેદરકા, ૧૦ થી ૧૧ કેળીયા મધ્યમ અપાઈ અને ૧૨ કેળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ અપાઈ ઉદરીકા.
૧૩ કેળીયા જઘન્ય દ્વિભાગ ઉદરીકા, ૧૬ કેળીયા પ્રમાણુ ઉત્કૃષ્ટ દ્વિભાગ ઉણોદરકા અને વચ્ચેના કળીયા મધ્યમ દ્વિભાગ ઉણોદરીકા જાણવી.