________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચારઃ
૧૨૩ વંતએ કહેલ છે. સુરાસુરથી પૂજિત હોવાથી સ્વયં જ પ્રભાવિક છે, છતાં પણ પિતાની દર્શનશુદ્ધિની ઇચ્છાવાળા પોતાનામાં જે ગુણે અધિક હોય, તે ગુણ વડે પ્રવચનની આર્ય વાસ્વામી વિગેરેની જેમ પ્રભાવના કરે. આ પ્રમાણે દર્શનાચારના આઠ આચારે છે. (૨૬૮) ચારિત્રાચારનાં અતિચાર -
पणिहाण जोगजुत्तो पंचहिं समिईहिं तीहिं गुत्तीहि ।
चरणायारो विवरीयाई तिहंपि अइयारा ॥ २६९ ॥ પ્રણિધાનયોગપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ચારિત્રાચાર થાય છે. આનાથી વિપરીત આચરણએ તેનાં અતિચારે જાણવા.
પ્રણિધાન એટલે ચિત્ત સ્વસ્થતા. યોગ એટલે મન-વચન-કાયાને વ્યાપાર. ચિત્ત સ્વસ્થતાપૂર્વક મનવચન-કાયાને જે વ્યાપાર તે પ્રણિધાનયોગ. તેનાથી યુક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુણિનું જે પાલન થાય, તે ચારિત્રાચાર. પાંચ સમિતિ અને ત્રણ ગુણિના વિષયમાં પ્રણિધાન યોગયુક્ત જે આચાર તે ચારિત્રાચાર. તે આચાર અને આચારવાનું ને અભેદ ઉપચાર જાણવો.
આ જ્ઞાનાચાર વિગેરે ત્રણેના આચારોથી વિપરીત અકાલ, અવિનય વિગેરેમાં, શંકા વિગેરેમાં, અપ્રણિધાનરૂપ સમિતિ વિગેરેમાં અતિચારે લાગે છે. અતિચાર એટલે ચિત્ત મલીનતા. (૨૬૯) તપાચારનાં અતિચાર -
अणसणमूणोअरिआ वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होह ॥ २७० ॥ पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि य अभिंतरओ तवो होइ ॥ २७१ ॥ सम्ममकरणे बारस तवाइयारा तिगं तु विरिअस्स ।
मणवयकाया पावपउत्ता विरियतिगअइयारा ॥ २७२ ।। અણસણ, ઉદરિ, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયફલેશ, સંલીનતા-આ બાહ્યતપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયસગ–એ અત્યંતરતપ છે. આ બાર પ્રકારને તપાચાર, સારી રીતે ન કરે, તો બાર પ્રકારના અતિચાર છે.