________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચારઃ
૧૨૫ ૧૭ કેળીયા પ્રમાણ જઘન્ય પ્રાપ્તનાદરકા, ૨૪ કળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ પ્રાપ્તનોદરીકા, વચ્ચે મધ્યમ પ્રાપ્ત નોટરીકા.
૨૫ કળીયા પ્રમાણ જઘન્ય કિંચિત્ ઉદારીકા, ૩૧ કેળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ કિંચિત્ ઉદરીકા, વચ્ચેના કળીયા મધ્યમ કિંચિત્ ઉણોદરીકા. એ પ્રમાણે પાણીમાં પણ ઉદરીકા જાણવી. પુરુષાનુસારે સ્ત્રીઓને પણ જાણવી.
કેધાદિને પરિહાર તે ભાવ-ઉનેદરકા. કહ્યું છે કે,
જિનવચનની ભાવનાનુસારે કેધ વિગેરેનો જે ત્યાગ, તે ભાવઉદરીકા વીતરાગ ભગવંતે કહી છે.
૩. વૃત્તિક્ષેપ -જેના વડે જીવાય તે વૃત્તિ. વૃત્તિ એટલેભેજનની સામગ્રી, તેને સંક્ષેપ તે વૃત્તિક્ષેપ. તે ગોચરીના અભિગ્રહરૂપે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી -એમ ચાર પ્રકારે છે.
૧. દ્રવ્યથી -મારે આજે ભિક્ષામાં ભાલાની અણી પર રહેલા સ્નિગ્ધ માંડા વિગેરે ગ્રહણ કરવા.
૨. ક્ષેત્રથી -એક, બે, ત્રણ વિગેરે ઘરે જવું. પોતાના જ ગામમાં કે બહારના ગામમાંથી ગોચરી લેવી, પેટા, અર્ધ પેટા વિગેરે પૂર્વક ગોચરી લેવી. આપનાર એક પગ અંદર–એક પગ બહાર–એમ રાખીને આપે તે લેવી વિગેરે.
૩. કાળથી -પૂર્વાહ્ન વિગેરે કાળમાં, બધા ભિક્ષુકે ભિક્ષા લઈ પાછા વળી જાય પછી, ભિક્ષા માટે ફરવું વિગેરે.
૪. ભાવથી :-હસતા-હસતા, ગાતા-ગાતા, રડતા-રડતા. વિગેરે કિયા કરતા અથવા બંધાયેલ હોય અને ગોચરી આપતા હોય, તે હું ગ્રહણ કરીશ નહિ નહિ. કહ્યું છે કે,
લેપકૃત અથવા અલેપકૃત ભિક્ષા લઈશ અથવા અમુક દ્રવ્ય લઈશ અથવા અમુક ચમચા કે વાટકી વડે દ્રવ્ય ગ્રહણ કરવું. એવો જે અભિગ્રહ એ પ્રમાણે દ્રવ્યાભિગ્રહ
આઠ પ્રકારે ગોચરી ભૂમિ છે. પિતાના ગામમાં કે પરગામમાં કે આટલા ઘરમાંથી ભિક્ષા લઈશ એ પ્રમાણે અભિગ્રહ કરે. ૧. ૧ઋજુગતિ, ૨. પ્રત્યાગતિ,
૧. ઋજુગતિ –ઉપાશ્રયથી એક શ્રેણીમાં રહેલા ગૃહસ્થોનાં ઘરમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરોમાં ભિક્ષા પૂર્ણ ન થાય, તો પણ પાછા ફરી બીજેથી લીધા વિના ઉપાશ્રયે જાય.
૨. પ્રત્યાગતિઃ-ઉપરની જેમ એક શ્રેણીમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણીના ઘરમાં પણ ભિક્ષા માટે ફરે.
૩. ગામૂત્રિકા સામસામે રહેલાં ઘરની બંને શ્રેણીમાં સામસામે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો બંને શ્રેણીઓ પૂર્ણ કરે.