________________
૧૨૦
પ્રવચનસારોદ્ધાર જુનું ઘાસ બળી જાય તે નવું ઘાસ ઉગે તેથી ગાયે ચરે–એમ માની અથવા અનાજ ઉગાડવા માટે ખેતરમાં અગ્નિ સળગાવે તે પણ દવદાન છે. કહ્યું છે કે,
જંગલમાં અગ્નિ આપ એ જીવ-વધનું કારણ છે.
ર યંત્ર વાહન - તલ, શેરડી, સરસવ, એરંડા વિગેરે પીલવા માટે તે તે ઘાણી વિગેરે યંત્રોનો અને રેટ વિગેરે પાણી કાઢવાનું યંત્રોને ચલાવવારૂપ વ્યાપાર, દાળ વિગેરે વાટવાને પત્થર, મુશલ, ખાંડણી, દસ્તે વિગેરેને વેચવા અથવા યંત્ર ચલાવવા તે યંત્ર પીલણકર્મ, કહ્યું છે કે,
ચટણ વિગેરે વાટવાનો પત્થર, અનાજ વિગેરે ખાંડવાની ખાંડણી, મુશલ, રેંટ, કંકટ વિગેરેને વેચવા તેમ જ શેરડી, તલ પીલવા તે યંત્રપલણ કહેવાય.
પીલવાના તલ તથા શેરડીમાં રહેલ જીવને વધ થતો હોવાથી સદેષ છે. લૌકિક શાસ્ત્રમાં કહ્યું છે કે,
ચૂલા, ઘંટી વિગેરેના વ્યાપારવાળાથી દશ ગણો પાપી તેલની ઘંટી ચલાવનાર છે. તેલની ઘાણવાળાથી દશ ગણે દારૂ બનાવનાર કે વેચનાર છે. દારૂ વેચનાર કરતા દશ ગણી પાપી વેશ્યા છે. દશ વેશ્યાના પાપ એટલે એક રાજા પાપને ભાગી છે.
૩ નિર્લાઇનકમ - હંમેશ માટેનું જે અંગ, અવયવ છેદનરૂપ લાંછન-ચિહ્ન તે નિર્લી છાકમ તેના વડે આજીવિકા તે નિર્લી છનકર્મ. ગાય, ભેંસ, ઊંટ વિગેરેના નાકને વિધવું. ગાય, બળદ વિગેરેને ચિન્હ કરવા કે તેઓને ખસી કરવી, ઊંટ વિગેરેની પીઠ ગાળવી, ગાયના કાન, ગલાની ગોદડી વિગેરે કાપવા. તે નિર્લી છનકર્મ. કહ્યું છે કે,
- નાક વિંધવું, ચિન્હ કરવું, ખસી કરવી, પીઠ ગ ળવી, કાન, ગોદડી કાપવા તે નિર્લી છનકર્મ છે.
૪ અસતિપોષણ – અસતિ એટલે દુશીલ સ્ત્રીઓને, દાસી, ગણિકા વિગેરેને પોષવું તે અસતિષણ. ઉપલક્ષણથી પિપટ, કૂતરા વિગેરેને પિષવું તે અસતિપોષણ કહેવાય. કહ્યું છે કે,
બિલાડા, મેર, વાંદરા, કૂકડા, પિટ, કૂતરા વિગેરે, વેશ્યા વિગેરે ખરાબ સ્ત્રીઓ, નપુંસક વિગેરેનું પિષણ તે અસતિષણ કહેવાય. એમનું જે પિષવું તે પાપનું કારણ છે. ૫ જલાશય શેષણ :
સરોવર વિગેરેને શેષાવવા. તે જલાશયશોષણ. કહ્યું છે કે, સરેવર, તળાવ, દ્રહ વિગેરેનું શેષણ ઘણું જળચર જીવોને નાશ કરનાર છે.
આ પંદરે કર્માદાનો ષડૂ જીવ-નિકાયના વધુ વિગેરે મહાસાવનું કારણ હેવાથી નિષેધ કરેલ છે. માટે છોડવા ગ્ય છે. ઉપલક્ષણથી આવા પ્રકારના બહુ સાવદ્ય કર્મો ફરી ગણતા નથી. પણ સમજી લેવું.