________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર?
૧૧૯
૧ વિષવાણિજ્ય -શીંગ વિગેરે ઝેર તથા ઉપલક્ષણથી જીવઘાતના કારણરૂપ અસ્ત્ર-શસ્ત્ર વિગેરે વેચવું તે વિષવાણિજ્ય. કહ્યું છે કે,
ઝેર, લોખંડ, પ્રાણુનાશક વસ્તુઓ તથા ધનુષ, બાણ, તલવાર, છરી, કુહાડી, કેદાળી વિગેરેને વેચવું તે વિષવાણિજ્ય.
૨ લાખવાણિજ્ય ઘણું જીના સ્થાનરૂપ લાખ વિગેરેનું વેચાણ તે લાખ– વાણિજ્ય. કહ્યું છે કે,
લાખ, ઘાતકી, ગળી, મન:શીલ, હડતાલ, વાલેપ, તુરકુટ વિગેરેને વેચવું તે લાખવાણિજ્ય.
૩ દંતવાણિજ્ય –પહેલેથી જ જે વ્યાપાર માટે ભીલ વિગેરેને હાથીદાંત શંખ, પૂતિશ, ચામડું, બાલ વિગેરે લાવવા માટે કિમત-ભાડું આપે અથવા ખાણ પર જઈને જાતે ખરીદે, અથવા જંગલ વિગેરેમાં હાથી વિગેરેને દાંત માટે હશે અને તેને વેચવાપૂર્વક આજીવિકા ચલાવે તે દંતવાણિજ્ય. કહ્યું છે કે,
નખ, દાંત, ચામર, ખાલ, ભેરી, કોડા, છીપલી, શંખ, કસ્તુરી, પૂતિ વિગેરે વેચવા તે દંતવાણિજ્ય.
૪ રસવાણિજ્ય – દારૂ વિગેરે વેચવું તે રસવાણિજ્ય. કહ્યું છે કે,
મધ, દારૂ, માંસ, માખણરૂપ ચાર મહા વિગઈ તથા દૂધ, તેલ, ઘી, દહીં વિગેરેનું જે વેચાણ, તે રસવાણિજ્ય
૫ કેશવાણિજ્ય :- દાસી, દાસ, હાથી, ઘેડા, ગાય, ઊંટ, ભેંસ, બકરી વિગેરે જેવો દ્વારા આજીવિકા ચલાવે અથવા બીજે વેચે તે કેશવાણિજ્ય. કહ્યું છે કે,
* મનુષ્યોને કે ગાય, ઘોડા, ગધેડા વિગેરે તિયાને આ દેશમાં અથવા પરદેશમાં વેચવું તે કેશવાણિજ્ય કહેવાય. સજીવનું જે વેચાણ તે કેશવાણિજ્ય અને અજીવ એવા પ્રાણીના અંગોનું વેચાણ તે દંતવાણિજ્ય કહેવાય. પાંચ સામાન્ય -
દવદાન, યંત્રવાહન, નિર્લાઇન, અસતિષણ તથા જલાશયશેષણ-આ પાંચ સામાન્ય છે.
૧ દવદાન ઘાસ વિગેરેને બાળવા માટે દવ આપો, તે દવદાન. તે બે પ્રકારે છે.
૧ વ્યસનથી એટલે ફળ નિરપેક્ષ પ્રવૃત્તિરૂપ. જેમ વનેચર ભલે નિષ્કારણ ઘાસમાં અગ્નિ સળગાવે છે તે.
૨ પુણ્ય બુદ્ધિથી સળગાવે. જેમ મારા મરણ વખતે મારા કલ્યાણ માટે આટલા ધર્મદિપોત્સવ કરવા.