________________
૧૧૮
પ્રવચન સારદ્વાર પાંચકર્મ -
૧. ભાટકકમ:-જે પોતાના ગાડા વિગેરે વડે બીજાના સામાનને ભાડે ફેરવે અથવા બીજાને ગાડા, બળદ વિગેરે ભાડે આપે તે ભાટકકર્મ. કહ્યું છે કે,
પોતાના સાધન વડે બીજાને સામાન ભાડે ફેરવે કે બીજાને બળદ વિગેરે ભાડે આપે તે ભાટક્કર્મ કહેવાય.
૨કેટકકમ-વાવ, ફ, તળાવ વિગેરે ખોદાવવા કે હળ, કેદાળા વિગેરે ભૂમિ દાવવી, પત્થર તેડાવવા અને ઘઉં, જવ વિગેરે અનાજને દળાવવા વિગેરે દ્વારા આજીવિકા ચલાવવી તે ટકકર્મ. કહ્યું છે કે,
જવ, ચણું, ઘઉં, મગ, અડદ, કરડી વિગેરે અનાજના સફથુ, દાળ, કણકી, તંદુલ વિગેરે રૂપે કરવા તે સ્ફટક્કમ અથવા હળ વડે જમીન ખેરવી (ખેડવી), કૂવા વિગેરેનાં કાર્ય ઊંડા કરાવવા, દાવવા તથા પથ્થર તોડાવવા વિગેરે પણ સ્ફટકકર્મ છે.
૩. શકટકમ - ગાડા કે ગાડાના જે અંગે, ચક્ર, ઘૂંસરી વિગેરેને જાતે કે બીજા પાસે આજીવિકા માટે તૈયાર કરી, કરાવી વેચે અથવા ફેરવે તે શકટકર્મ, કહ્યું છે કે,
ગાડા કે તેના અવયવને ઘડાવવા અથવા ફેરવવા કે વેચવા તે શકટજીવિકા કહી છે. ૪. વનકમ –કપાયેલ કે ન કપાયેલ ઝાડના પાંદડા, ફૂલે, ફળો વિગેરે અવને આજીવિકા માટે જે વેચે, તે વનકર્મ.
અહિં જે મગ વિગેરેના દાણાને ઘંટી વિગેરેથી બે ભાગરૂપ દાળ વિગેરે કરાય છે અને ઘઉં વિગેરેને ઘંટી કે પત્થર વિગેરેથી સૂરણ કરવા રૂપ જે લોટ કરાય છે તે સ્ફટક્કર્મ કર્યું છે પણ તેને કેટલાક આચાર્યો વનકર્મરૂપે માને છે. કહ્યું છે કે,
છેદેલ કે ન છેદેલ વનસ્પતિના પાંદડા, ફૂલ, ફળ વિગેરેને વેચવારૂપ તથા દાણાને દળવા, પીસવારૂપ આજીવિકા ચલાવવી તે વનકર્મ.
૫. અંગારકર્મ –અંગારા (કેલસા) કરી વેચવા તે અંગારકર્મ. ઉપલક્ષણથી બીજું જે કંઈ અગ્નિના સમારંભ પૂર્વક ઇંટ, માટીના વાસણ પકાવવા, ભાડભુજ વિગેરે ના કાર્ય કરવા વડે જે જીવે તે પણ અંગારકર્મ. કહ્યું છે કે,
કેલસા વેચવા, ઈટ પકાવવી, કુંભાર, લુહાર, સોની, ભાડભુંજા વિગેરેના કર્મો તે અંગારકર્મ છે. જેણે કર્માદાનનું પચ્ચખાણ કર્યું હોય, તેને અનાભોગથી આ કર્મોમાં પ્રવૃત્તિ થઈ જાય, તે અતિચાર થાય છે. એ પ્રમાણે પાંચ વાણિજ્યના અતિચારમાં તથા પાંચ સામાન્યના અતિચારમાં પણ સમજવું. પાંચ વાણિજ્ય -
વિષ, લાખ, દંત, રસ, કેશરૂપ. પાંચ પ્રકારના દ્રવ્યો વેચવા-ખરીદવા તે પાંચ વાણિજ્ય છે.