________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર :
૧૧૭ ૨. પરલોકારશંસપ્રગ-સુંદર સ્ત્રીના ચક્ષુરૂપી કમળ વડે પીવાતા સુંદર લાવણ્યમય પુન્યામૃતવાળે ઈન્દ્ર કે દેવ થાઉં—એવી જે ઈચ્છા.
૩. મરણશસપ્રયોગ-મરણની ઈરછા. કેઈકે તુચ્છ ક્ષેત્રમાં અનશન સ્વીકાર્યું હોય અને ત્યાં લેકે એ પ્રભાવક પૂજા વિગેરેના અભાવથી અથવા ગાઢ રોગની પીડા સહન ન થતાં, જે હું ઝટ મરું તે સારું-એવી જે ઈરછા.
૪. જીવિતાસપ્રયોગ-વધારે જીવવાની ઈચ્છા. કેઈકે અનશન કર્યું હોય અને તેને કપૂર, ચંદન, વસ્ત્ર, માલા, બરાશ વિગેરેથી થતી વિશિષ્ટ સેવા-પૂજા જોઈને, ઘણે પરિવાર જોવાથી સતત રાગની વૃદ્ધિ તથા ઘણું લેકે વડે આ ધન્ય છે, પુણ્યવાનું છે વિગેરે પ્રશંસા સાંભળવાથી તથા સંઘ વિગેરે ધમ લોકેની પ્રશંસાથી, એમ માને કે મેં અનશન સ્વીકાર્યું હોવા છતાં પણ “હું ઘણું જીવું તે સારું.” કેમકે મારા કારણે આટલી શાસન–પ્રભાવના તથા વિભૂતિ થાય છે.
૫. કામગાશંસપ્રયોગ-કામ એટલે શબ્દ અને રૂ૫. ભાગ એટલે ગંધ, રસ અને સ્પર્શ, તેની ઈચ્છા. જેમ આ કષ્ટ કે આરાધના વિધિ વડે મને જન્માંતરમાં વિશિષ્ટ કામગો પ્રાપ્ત થાય તે સારું વિગેરે વિકલ્પરૂપ આશંસા તે કામગાશંસા.
આ મરણાંત સમયના પાંચ અતિચારો છે. આ અતિચારોથી સિદ્ધાંતમાં કહેલ વિધિ પ્રમાણે કરેલ આરાધના પણ દૂષિત થાય છે. માટે આવા પ્રકારની આશંસા કરવી નહીં. કહ્યું છે કે,
નિસ્પૃહી મુનિ મેક્ષ અને સંસાર વિષે બન્નેમાં નિસ્પૃહ હોય છે. માટે આશંસાથી રહિતપણે અનુષ્ઠાન આચરવા જોઈએ. (૨૬૪) પંદર કર્માદાનના અતિચાર -
भाडी फोडी साडी वणअंगारस्सरुवकम्माई । वाणिज्जाणि अविसलक्खदंतरसकेस विसयाणि ॥ २६५ ॥ दवदाण जंतवाहण निल्लंछण असइपोससहियाणि ।
सजलासयसोसाणि अ कम्मा हवंति पन्नरस ॥ २६६ ॥ ભાડીકમ, ફેડીકમ, સાડીકમ, વનકમ, અંગારકર્મએ પાંચ કર્માદાન. વિષવાણિજ્ય, લાખવાણિજ્ય, દંતવાણિજ્ય, રસવાણિજ્ય અને કેશવાણિજ્ય-એ પાંચ વાણજ્ય. દવદાનકમ, યંત્રવાહનકમ, નિલંછનકમ, અસતિષશુકમ, જલાશય-શોષકમએ પાંચ સામાન્યકમ એમ પંદર કર્માદાને છે.