________________
૧૨૧
૬. ગૃહસ્થના પ્રતિકમણના ૧૨૪ અતિચાર
જ્ઞાન, દર્શન, ચારિત્રના દરેકના આઠ-આઠ મલિનતારૂપ અતિચારો છે. અને તે અતિચારે તેના પ્રતિપક્ષી એવા આચારે જાણવાથી સુગમ્ય થાય છે માટે જ્ઞાનાચાર વિગેરે કહે છે. (૨૬૫-૨૬૬) જ્ઞાનાચારનાં અતિચાર -
काले विणए बहुमाणोवहाणे तहा अनिण्हवणे ।
वंजण अत्थ तदुभए अट्टविहो नाणमायारो ॥ २६७ ॥ કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહવર્ણ, વ્યંજન, અર્થ અને તદુભય-એમ આઠ પ્રકારને જ્ઞાનાચાર છે.
૧ “કાળ' વિષયક જ્ઞાનાચાર-અંગપ્રવિષ્ટ વિગેરે સૂત્રોનો જે કાળે સ્વાધ્યાય કહ્યો હોય, તે કાળે જ સ્વાધ્યાય કરવો. બીજા સમયે કરવાથી વિદન આવવાને સંભવ છે. લેકવ્યવહારમાં પણ દેખાય છે, કે કાળે કરેલ ખેતી વિગેરે ફળદાયી થાય છે. અકાળે કરેલ ખેતી વિગેરે નિષ્ફળ જાય છે. કહ્યું છે કે,
કાળે કરેલ ખેતી ઘણુ ફળદાયી થાય છે. તેમ સર્વ ક્રિયાઓ એના–એના સમયે કરેલ હોય, તે ફળદાયી થાય છે. એમ જાણવું.
૨ વિનય જ્ઞાનાચાર – જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધને (પુસ્તક) વિગેરેને ભક્તિરૂપ વિનય કરે. જેમ કે આસન આપવું, આજ્ઞા માંગીને વિનયપૂર્વક ભણવું, પણ આસન આપવું નહિ” વિગેરે અવિનયપૂર્વક નહીં..
૩ બહુમાન જ્ઞાનાચાર – પ્રીતિ=આંતરિકચિત્તપ્રસન્નતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. અબહુમાનપૂર્વક નહીં.
૪ ઉપધાન જ્ઞાનાચારઃ- જે તપની નજીકમાં સૂત્ર વિગેરે ધારણ કરાય તે ઉપધાન. ઉપધાન એ વિશિષ્ટ તપ છે. જે સૂત્ર, અધ્યયન, ઉદ્દેશા વિગેરેને જે તપ કહ્યો હોય, તે તપ કરવાપૂર્વક તે સૂત્ર વિગેરે ભણવું, તે ઉપધાન, ઉપધાન વગર ભણવું નહીં.
પ. અનિન્કવણું જ્ઞાનાચાર – અપલાપ કર, છુપાવવું તે નિન્જવણ. અ૫લાપ કરવો નહીં તે અનિન્જવણ. અનિન્જવણતાપૂર્વક સૂત્ર વિગેરેને પાઠ કરવો જોઈએ. પણ અભિમાન વશ થઈ, પોતાની લઘુતાની બીકથી શ્રુતદાતા ગુરુ કે શ્રુતને અપલાપ ન કરવો.
૬,૭,૮. વ્યંજન, અર્થ, તદુભય જ્ઞાનાચાર:- વ્યંજન એટલે “ક” વિગેરે અક્ષરે. અર્થ એટલે અભિધેય અને અક્ષર અર્થ બને તદુભય. આ ત્રણે બાબતમાં સમ્યગ ઉપગપૂર્વક સૂત્ર, અર્થ અને તદુભય બેલવા. ગમે તેમ નહીં. વ્યંજન ગ્રહણ
૧૬