________________
૧૦૪
પ્રવચનસારોદ્ધાર ૭. મધ- માખી, ભમરી અને કૃતિકાનું-એમ ત્રણ પ્રકારે છે. ૮ માંસ- જળચર, સ્થલચર અને ખેચર જીવનું અથવા ચામડી, ચરબી અને ' લોહીનું -એમ ત્રણ પ્રકારે હોય છે. ૯. દારૂ- લોટથી બનેલ અને કાષ્ટથી બનેલ-એમ બે પ્રકારે છે. ૧૦, કડાવિગઈ- ઘી અથવા તેલથી ભરેલ તાવડીમાં ચલચલ અવાજ પૂર્વક તળાતા પકવાન્નરૂપ એક પ્રકારે છે. (૨૨૫)
दव्वहया विगइगयं विगई पुण तेण तं यं दव्यं । ___ उद्धरिए तत्तमि य उकिट्ठदवं इमं अन्ने ॥ २२६ ।। ભાત વિગેરે દ્રવ્યથી હણાયેલ વિગઈ, વિગઈગત કહેવાય છે. અર્થાત તે વિગઈ નહિ પણ દ્રવ્ય કહેવાય છે. તળ્યા પછી બચેલ ઘી વિગેરેમાં જે કશુ યા નંખાયા હોય તે ઉત્કૃષ્ટ દ્રવ્ય વિગઈગત છે.
કલમ–ચેખા, ભાત વિગેરે દ્રવ્યથી ભેદાયેલ નિર્વીર્યરૂપ કરાયેલ દૂધ વિગેરે વિગઈ વિકૃતિગત કહેવાય છે. માટે ચોખા વિગેરેવાળું દૂધ વિગેરે દ્રવ્ય કહેવાય, પણ વિગઈ નહિ. આથી જ કઈક નવિનાં પચ્ચખાણવાળાને ત્યાગ હોવા છતાં પણ તે ખપે છે.
કઢાઈમાંથી સુંવાળી વિગેરે તળ્યા પછી જે બચેલું ઘી હોય, તેમજ ચૂલા પર જે અગ્નિના સંપર્કથી તપેલું હોય, તેમાં જે કણીયા વિગેરે વસ્તુઓ નંખાયેલ હોય, તે ઉત્કૃષ્ટ દ્રવ્ય કહેવાય, એટલે કે તે વિકૃતિગત જ છે પણ વિગઈ નથી. એમબીજા આચાર્યો કહે છે. ગીતાના અભિપ્રાયે ચૂલા ઉપરથી ઉતાર્યા પછી ઠંડા પડેલા ઘી વિગેરેમાં જે કણ વિગેરે નંખાય તે જ તેવા પ્રકારના પાકના અભાવથી નીવિયાનું કહેવાય. ચૂલા પર તે પરિપાક સારી રીતે થતું હોવાથી તે વિગઈ જ છે. આ ગાથાની અમે આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. બુદ્ધિમાનોએ યથાયોગ્ય પણ બીજી રીતે પણ વ્યાખ્યા કરવી. (૨૨૬)
अह पेया दुद्धट्टी दुद्धवलेही य दुद्धसाडीय ।
पंच य विगइगयाइं दुद्धंमि य खीरिसहियाई ॥ २२७ ॥ હવે કઈ વિગઈમાં કેટલા કયા નામવાળા કયા વિકૃતિગતે હોય છે, તે બતાવે છે. દુધમાં પાંચ જ નીવિયાતા હોય છે. વિકૃતિગત એટલે દૂધ વિગેરે વિષયને આશ્રયિને રહેલ દ્રવ્ય છે પણ વિગઈ નથી. તેના નામ આ પ્રમાણે છે. દૂધના પાંચ નીવિયાતા
૧. પેયા એટલે દૂધની કાંજી ૨. દુગ્ધાટી ખાટા પદાર્થ સાથે રાંધેલું દૂધ. ૩. દુગ્ધાવલેહિકા ચોખાના લોટ સાથે ઉકાળેલું દૂધ. ૪. દુગ્ધ સાટિકા દ્રાક્ષ સહિત રાંધેલું દૂધ ૫. ખીર.