________________
૪. પ્રત્યાખ્યાન દ્વાર :
૧૦૩ મધ, માંસ અને તેના રસ વડે અડધે આંગળ સંસૃષ્ટ હેય, તો વિગઈન થાય. પછી અડધા આંગળથી ઉપર વિગઈ જ કહેવાય. ગોળ, માંસ, માખણની સાથે લીલા આમળા જેટલા ભાગવડે સંસૃષ્ટ હોય તો વિગઈ ન થાય. આદ્ગમલક એટલે શણવૃક્ષનું મુકુર (ફળ) છે. એને ભાવ આ પ્રમાણે છે કે ગેળ, માંસ કે માખણને ભાગ લીલા આમળા જેટલા ટુકડાવડે પણ સંસ્કૃષ્ટ ભાત વિગેરે હોય, તે વિગઈ ન થાય. આનાથી એક પણ મેટા ટુકડા વડે જ સંસ્કૃષ્ટ થાય, તે વિગઈ થાય છે. (૨૨૩) પ્રત્યાખ્યાનવિષયક વિશેષ વસ્તુ કહેવાય છે.
विगई विगइगयाणि य अणंतकायाणि वज्जवत्थूणि ।
दस तीसं बत्तीसं बावीसं सुणह वन्नेमि ॥ २२४ ॥ વિગઈ, વિકૃતિગત, અનંતકાય અને વર્જનીય (અભય) વસ્તુઓ જે છે, તેનું હું વર્ણન કરું છું. હે ભવ્ય જેને....! તમે સાંભળો. તે વિગઈ દશ પ્રકારે, વિકૃતિગત ત્રીશ પ્રકારે, અનંતકાય બત્રીશ પ્રકારે, અભય બાવીશ પ્રકારે છે.
અહીં જે ઋણત, એટલે સાંભળે કહ્યું છે તેને ભાવ આ પ્રમાણે છેઃ-સાંભળવા માટે જે ઉપસ્થિત ભવ્ય હોય તેમને જ આચાર્ય મહારાજે ધર્મ કહેવો જોઈએ. જે અનુપસ્થિત હોય તેમને નહીં. કહ્યું છે કે સારા અને પ્રિય હોય તે પણ અનુપસ્થિતને ધર્મ કહેવો નહીં, કારણ કે અનુપસ્થિતને ધર્મ કહે તે બુઝાયેલ અગ્નિને કુંક મારી મેટું દુખાવવા જેવું છે.
વર્ણ યામિ ”ને ભાવાર્થ આ પ્રમાણે છે. પરોપકાર રત આચાર્યે કહેલા જીવાદિ તો વડે જ ભવ્યને વિવેક પ્રગટે છે. કહ્યું છે કે ભવ્યપુરુષે સાંભળીને કલ્યાણ એટલે વિરતિને જાણે છે. સાંભળીને પાપને જાણે છે. બંને સાંભળીને જાણ્યા પછી જે કલ્યાણકારી હોય તેને આચરે છે. (૨૪)
दुद्ध दहि तिल नवणीय घय गुड महु मंस मज्ज पक्कं च ।
पण चउ चउ चउ चउ दुगतिग तिगदुग एगपडिभिन्नं ॥ २२५ ॥ દૂધ, દહિ, તેલ, માખણ, ઘી, ગોળ, મધ, માંસ, મદિરા અને પકવાન–આ વિગઈએ અનુક્રમે પાંચ વિગેરે ભેદે છે.
૧. દૂધ- ગાય, ભેંસ, બકરી, ઘેટી અને ઊંટડી–એમ પાંચ પ્રકારે છે. ર, દહિં- ગાય, ભેંસ, બકરી અને ઘેટીનું–એમ ચાર પ્રકારે હોય છે. ૩. તેલ- તલ, સરસવ, અળશી અને કુસુંભનું—એમ ચાર પ્રકારે છે. ૪. માખણ- દહિંની જેમ ગાય, ભેંસ, બકરી, ઘેટીનું-એમ ચાર પ્રકારે હોય છે. ૫. ઘી પણ ગાય વિગેરેનું ચાર પ્રકારે છે. ૬. ગોળ- ઢીલે ગોળ અને કઠીન ગળ-એમ બે પ્રકારે છે.