________________
૧૦૨
પ્રવચનસારદ્વાર
માંસ વિગઈ ત્રણ પ્રકારે છે. જળચર, સ્થલચર, બેચરનું અથવા ચામડારૂપે, ચરબીરૂપે, લોહરૂપે.
ઘી, તેલમાં ચલચલ અવાજ થવાપૂર્વકના પહેલા ત્રણ ઘાણ તળાય. તે અવગાહ વિગઈ કહેવાય.
માછલા વિગેરે જળચર જીવનું, બકરી, પાડા, ભૂંડ, સસલા, હરણ વિગેરે સ્થલચરનું, કાબર, ચકલા વિગેરે પક્ષીઓનું એમ માંસ ત્રણ પ્રકારે છે. અથવા ચામડી, ચરબી અને લેહી-એમ પણ ત્રણ પ્રકારે માંસ છે.
અવગાહિમ વિગઈ એટલે ઘી, તેલથી ભરેલ તાવડીમાં ચલ ચલ શબ્દ કરતા કરતા જે સુંવાળી વિગેરે તળાય તે પહેલો ઘાણ. તેજ ઘી, તેલથી બીજે ઘાણ. તેમાં જ ત્રીજો ઘાણ તળાય ત્યાં સુધી વિગઈમાં કહેવાય. ઘાણ થાય, ત્યારે વિગઈ નથી રહેતી પણ નીવિયાત થઈ જાય છે, માટે તે ગદ્દવહન કરનારને નીવિના પચ્ચખાણમાં ખપે છે.
જે તાવડી એક જે પુડલે કે ખાજા વડે આખી ભરાઈ જાય, ત્યારે તેમાં બીજો પુડલો વિગેરે નાંખે તો તે વિગઈરૂપે થતો નથી. તે પણ નીવિવાળાને ખપે છે. પરંતુ સારી રીતે ખબર હોય, કે આ ચોથે, અને આ બીજો ઘાણ છે અને પહેલા ઘાણ વખતે નંખાયેલ ઘી વિગેરેથી જ થયેલ છે, તે તે ખપે. પણ વચ્ચે બીજા ઘાણ વિગેરેમાં ઘી નાંખ્યું હોય અથવા આ ચોથો ઘાણ છે એમ સાચી રીતે ખબર ન હોય તો તે ન ખપે. (૨૨૧)
खीरदहीवियडाणं चत्तारि उ अंगुलाणि संसहूँ ।
फाणियतिल्लघयाणं अंगुलमेगं तु संसट्ठ ॥ २२२ ॥ ગિહન્દુ સંસઠેણું” આગારનું સ્વરૂપ વિશેષ પ્રકારે કહે છે. ગૃહસ્થોએ ભાત વિગેરેને દહીં સાથે પોતાના માટે ભેગા કર્યા હોય, તે ગૃહસ્થ સંસ્કૃષ્ટ કહેવાય છે. જેમ દૂધ, દહીં વિગેરે ચાર આંગળ સુધી ચડયા હોય તો તે સંસ્કૃષ્ટ વિગઈરૂપે થતું નથી, આનું તાત્પર્ય એ છે, કે દૂધ મિશ્રિત ભાત (કુર) કર્યા હોય, તેમાં ભાત ઉપર જે ચાર આંગળ દૂધ ચડયું હોય, તે તે વિગઈ ન થાય, તે નીવિવાળાને ખપે છે. જે પાંચમા આંગળની શરૂઆત થઈ જાય, તે વિગઈરૂપે થાય છે. માટે નવિવાળાને ન ખપે. એ પ્રમાણે દહીંનું પણ જાણવું.
“ફાણિત” એટલે પ્રવાહી ગેળ સાથે મિશ્રિત કરેલ કુર, ઘઉંના ઠોઠા વિગેરે જે એક આંગળ ઉપર ચડે તે વિગઈ ન થાય. એમ તેલ, ઘીનું પણ સમજવું. (૨૨૨)
महुपुग्गलरसयाणं अद्धङ्गलयं तु होइ संसटुं । गुलपुरगलनवणीए अद्दामलयं तु संसढें ॥ २२३ ॥