________________
૧૦૧
૪. પ્રત્યાખ્યાન દ્વારા
૧૦૧ પચ્ચકખાણમાં વિગઈઓ કહી છે, તે તે કેટલી છે, તે કહે છે.
दुद्धं दहि नवणीयं घयं तहा तेल्लमेव गुडमज्ज ।
महु मंस चेव तहा ओगाहिमगं च विगईओ ॥ २१७ ॥ । દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગેળ, દારૂ, મધ, માંસ, 'અવગાહ
આ દશ વિગઈઓ મનની વિકૃતિનું કારણ હોવાથી વિગઈ કહેવાય છે. (૨૧૭) વિગઈઓના ભેદ
गोमहिसुट्टीपसूण एलग खीराणि पंच चत्तारि ।
दहिमाइयाई जम्हा उट्टीणं ताणि नो हुँति ॥ २१८ ॥ ગાય, ભેંસ, ઊંટડી, બકરી અને ઘેટીનું એમ દૂધ પાંચ પ્રકારના છે. તેમાં દહીં વિગેરે ઊંટડી સિવાય ચારનું હોય છે.
ગાય, ભેંસ, ઊંટડી, બકરી અને ઘેટીનું દૂધ-આ પાંચ દૂધ વિગઈરૂપે ગણાય. એ સિવાયના સ્ત્રી વિગેરેનું દૂધ વિગઈફ ન ગણાય. ઊંટડી સિવાય એ દરેક દૂધના દહીં, ઘી, માખણ વિગેરે ચાર ચાર ભેદો જાણવા.
પ્રશ્ન –દહીં વિગેરે ચાર જ કેમ હોય છે? દૂધની જેમ પાંચ કેમ નથી ?
ઉત્તર – ઊંટડીના દૂધમાંથી દહીં આદિ થતા નથી, કારણ કે મરટન (ફાટવાન) સંભવ હોવાથી. (૨૧૮).
चत्तारि हुंति तेल्ला तिल अयसि कुसुंभ सरिसवाणं च ।
विगईओ सेसाणं डोलाईणं न विगईओ ॥ २१९ ॥ તેલ વિગઈ પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-તલ, અળસી, કુસુંભ એટલે કસુંબો અને સરસવનું તેલ. બાકીના ડેલ એટલે મહુડાના ફળ, નાળીયેર, એરંડા, શિશવા વિગેરેનું તેલ વિગઈરૂપ નથી. (૨૧૯)
दवगुडपिंडगुंडा दो मज्जं पुण कट्ठपिट्ठनिष्फन्नं ।
मच्छियकुत्तियभामरमेयं च मह तिहा होई ॥ २२० ॥ ગોળ વિગઈ બે પ્રકારે છે. ઢીલું પ્રવાહી ગળ અને કઠીન ગોળ.
દારૂ વિગઈ બે પ્રકારે છે. કાષ્ટ એટલે શેરડીના રસથી બનેલ અને લેટ, કેદરા, ખા વિગેરેના લોટથી બનેલ. મધુ વિગઈ ત્રણ પ્રકારે છે. મધમાખીનું, કૃતિકાનું અને ભમરાનું બનાવેલ. (૨૨)
जलथलखहयरमंसं चम्मं वससोणियं तिभेयं च ।
आइल्ल तिण्णि चलचल ओगाहिमगं च विगईओ ॥ २२१ ॥ ૧. અવગાહ એટલે ઝબળવું એટલે ઘી તેલમાં તળવા વડે બનેલ તે અવગાહિમ એટલે કડા વિગઈ.