________________
૪. પ્રત્યાખ્યાન દ્વાર :
૧૦૫
अंबिल-जुयंमि दुद्धे दुट्ठी दक्खमीसरद्धंमि ।
पयसाडी तह तंडुल-चुण्णय-सिद्धमि अवलेही ॥२२८ ।। ખટાશ યુક્ત દૂધ તે દુગ્ધાટી અથવા કિલાટિકા. બીજાઓ એને બલાહિકા પણ કહે છે. દ્રાક્ષ મિશ્રીત રંધાયેલ દૂધ તે પયસાટી કહેવાય. તંદુલના લોટથી બનેલ દૂધ અવેલેહિકા કહેવાય છે. (૨૨૮)
दहिए विगइ-गयाई घोलवडा घोल सिहरिणि करंबो ।
ઝવળા-બ-દિર મહિાંસંકરિ–ારંfમ વહિg | ૨૨૨ / દહીંના પાંચ નિવિયાતા. (૧) ઘોલવડા (દહીંવડા) (૨) ઘોલ–વસ્ત્રથી ગાળેલ દહીં. (૩) શિખરણી (શ્રીખંડ)=હાથથી મળેલું ખાંડવાળું દહીં. (૪) કર=દહીં યુક્ત ભાત. ૫ (૫) મદ્દો=મીઠાના કણીયાવાળું મથેલું દહીં. તેમાં સાંગરી વિગેરે પડેલ હોય કે ન હોય તે પણ નીવિયાનું કહેવાય. (૨૨૯)
पक्कघयं घयकिट्टी पक्कोसहि उवरि तरिय सप्पि च ।
निभंजणवीसंदणगाई घय-विगइ विगइ-गया ॥ २३० ॥ ઘી ના નીવિયાતા - (૧) ઔષધ વડે પકવેલું ઘી સિદ્ધાર્થક વિગેરે. (૨) ધૃતકિટિકા એટલે જામેલ ઘી (૩) વૃત પકવીષધના ઉપર તરી રૂપ જે ઘી. (૪) નિભંજન એટલે પફવાન પરથી ઉતારેલું બળેલું ઘી. (૫) વિસ્પંદન દહીંની તર અને કણિકાથી બનેલ દ્રવ્ય વિશેષ જે-સપાદલક્ષ દેશમાં પ્રસિદ્ધ છે. (૨૩૦)
तेल्लमली तिलकुट्टी दद्धं तेल्लं तहो सहोव्वरियं ।
लक्खाइदव्वपकं तेल्लं तेल्लंमि पंचेव ॥ २३१ ॥ તેલના પાંચ નીવિયાતા – (૧) તેલની માલી. (૨) તલ કુટ્ટી. (૩) બળેલું તેલ એટલે નિર્ભજન. (૪) પૌષધિ ઉપરના ભાગ પરથી-ઉતારેલ તેલ. (૫) લાખ વિગેરે દ્રવ્યથી પકવેલ તેલ. (૨૩૧) ૧૪