________________
૯૫
૪. પ્રત્યાખ્યાન દ્વારઃ
બહુલેવેણવા” એટલે ડહોળુ-તલ-ચેખા–જવ આદિનું ધાવણ.
“સસિત્થણવા” એટલે સિકથ એટલે અનાજનો દાણે. તે દાણાવાળું ઓસામણ વિગેરેનું પાણી. “અસિત્થણવા” એટલે દાણા વગરનું જે પાણી. તે પચ્ચક્ખાણમાં લેવાથી ભંગ થતું નથી.
ચરમ એટલે દિવસને અને ભવને જે પાછલો ભાગ. તે ભાગમાં કરાતું જે પચ્ચકખાણ, તે દિવસ ચરિમ અને ભવચરિમ કહેવાય છે. તેને પાઠ આ પ્રમાણે
દિવસ ચરિમ પચ્ચકખાઈ ચઉવિપિ આહાર અસણું પાણું ખાઇમં સાઈમ અન્નત્થણાભોગેણ સહસાગારેણું મહત્તરાગારેણે સવ્વસમાહિવત્તિયાગારેણ સિરઈ”
આ પ્રમાણે જાણવું. આગારોની વ્યાખ્યા આગળ પ્રમાણે જાણવી.
પ્રશ્ન -એકાસણું વિગેરે પચ્ચકખાણમાં દિવસચરિમ પચ્ચક્ખાણને ભાવ આવી જાય છે. માટે દિવસચરિમ પચ્ચકખાણ નિપ્રયોજન છે.
ઉત્તરઃ-દિવસચરિમ પચ્ચક્ખાણ નિપ્રયજન નથી કેમકે એકાસણું આદિમાં આઠ આઠ આગાર છે. આના ચાર આગાર છે. એથી આગારોને સંક્ષેપ થતું હોવાથી પચ્ચફખાણ સફળ છે. એકાસણુ વિગેરે પચ્ચક્ખાણ દૈવસિક જ છે કારણ કે સાધુઓએ રાત્રીભોજનનું ત્રિવિધ ત્રિવિધે યાજજીવનું પચ્ચકખાણ કરેલ છે. ગૃહસ્થની અપેક્ષાએ પણ આ સૂર્યોદય સુધીનું જાણવું, કેમકે દિવસ શબ્દ એ અહોરાત્રનો પર્યાયવાચી પણ છે. જેમકે અમે અહિં પાંચ દિવસે આવ્યા છીએ. એનો અર્થ પાંચ રાત દિવસ થાય છે. જેઓએ યાજજીવ રાત્રિભેજન નિયમ કર્યો હોય, તેઓને પણ અનુવાદકપણાથી યાદ કરાવનાર હોવાથી આ પચ્ચખાણ સાર્થક છે.
ભવચરિમ પચ્ચખાણ બે આગારવાળું પણ હોય છે. જ્યારે ખબર પડે કે મારે “મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણું” આ બે આગારની જરૂર નથી ત્યારે અનાગ અને સહસાકાર આગાર હોય છે કેમકે અનાગ કે સહસાકારથી આંગળી વિગેરે મેઢામાં પડવાને સંભવ છે.
આ બે આગાર પણ છોડવા યોગ્ય હોવાથી જ આ ભવચરિમ અનાગાર પચ્ચખાણું પણ કહેવાય છે.
અભિગ્રહ પચ્ચકખાણમાં પાંચ કે ચાર આગારે છે. તેમાં દાંડા પ્રમાર્જના વિગેરે રૂપ અભિગ્રહમાં ચાર આગાર છે. તે આ પ્રમાણે
અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણે સિરઈ.”
આની વ્યાખ્યા આગળની જેમ જાણવી. જ્યારે અપ્રાવરણાભિગ્રહ લે, તે ચિલપટ્ટા-ગારેણું પાંચમે આગાર જાણ. એલપટ્ટા આગારથી ગૃહસ્થ જુએ ત્યારે ચાલપટ્ટો પહેરે તે પણ પચ્ચખાણને ભંગ નથી.