________________
૯૪
પ્રવચનસારોદ્ધાર
ગિહન્દુસંસણું” એટલે ભોજન આપનાર ગૃહસ્થની વાટકી વિગેરે વાસણ,. વિગઈ વિગેરે દ્રવ્યથી ખરડાયેલ હોય, તે ગૃહસ્થ સંસૃષ્ટ કહેવાય. વિગઈ આદિથી ખરડાયેલ વાસણ વડે અપાતું દ્રવ્ય અકલ્પનીય દ્રવ્યથી મિશ્રિત થાય છે, તે ખાવા છતાં, પણ પચ્ચખાણને ભંગ નથી થતો.
આયંબિલના દ્રવ્યમાં અકય દ્રવ્યને રસ ઘણે ન જણાતો હોય, તે આગારમાં રહીને આયંબિલ કરું છું. એ રીતે આયંબિલના આગારે જાણવા.
–હવે ઉપવાસના પાંચ આગારે છે, તેને પાઠ આ પ્રમાણે છે
“સૂરે ઉગ્ગએ અભુત્તટું પચ્ચખાઈ ચઉબિહપિ આહાર અસણું પાછું ખાઈમં સાઈમં અન્નત્થણ ભેગેણે સહસાગારેણું પારિદ્રાવણિયાગારેણું મહત્તરાગારેણે સવસમાવિવત્તિયાગારેણું – સિરઈ.”
સૂરે ઉગ્ગએ એટલે સૂર્યોદયથી લઈ” આ શબ્દ દ્વારા આગલા દિવસના સાંજના ભોજન પછી તરત પચ્ચક્ખાણ સમજવાનું છે. ભક્ત એટલે ભોજન તેનું પ્રયોજન જેમાં હોય તે ભક્તાર્થ જેમાં ભોજનનું પ્રયોજન નથી તે અભક્તાર્થ. જે પચ્ચખાણમાં ભક્તાર્થ નથી તે અભક્તાર્થ એટલે ઉપવાસ. તેના આગારો પૂર્વવત્ સમજી લેવા. પરંતુ “પારિકા-વણિયાગારેણું” આગારમાં આટલી વિશેષતા છે, કે તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું હોય, તે પારિષ્ટાનિકા ખપે, પણ ચેવિહાર ઉપવાસના પચ્ચક્ખાણવાળાને ગોચરી વધી હોય અને પાણી ન વધ્યું હોય, તે પારિષ્ઠાપનિકા ન ખપે. બન્ને વધ્યા હોય તે ખપે. આ રીતે ઉપવાસમાં અશન વિગેરે ભક્તાર્થ ત્યાગ કરું છું.
પાણીના પચ્ચખાણમાં છ આગારે છે. તેમાં પરિસી, પરિમડૂઢ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ પચ્ચક્ખાણમાં ઉત્સર્ગથી વિહાર પચ્ચખાણ કહ્યા છે. જો પરિસી આદિનું તિવિહાર પચ્ચક્ખાણ કરે, તે પાણીને આશ્રયિને છ આગારે છે, તેનું સૂત્ર આ પ્રમાણે
પાણસ્સ લેવાડણવા અલેવાદેવા અચ્છેણવા બહુલેવેણવા સસિન્થણવા અસિ-- ણવા સિરાઈ - “લેવાદેણવા” એટલે લેપાયેલું અર્થાત્ ચીકાશવાળું કરે એવું, જે ખજુર, દ્રાક્ષ વિગેરેના પાણી સિવાય ત્રણ આહાર ત્યાગ કરું છું. અહિં “વા” શબ્દથી અપકૃત પાણીની જેમ (લેપકૃત પાણી પણ) અવર્ય તરીકે સમાન છે. એટલે અલેપકૃત પાણીની જેમ લેપકૃત પાણીથી પણ ઉપવાસને ભંગ થતો નથી. અલેપકૃત પાણી એટલે વિરાંજી, છાશની આછ વિગેરે ચીકાશ વગરનું જાણવું. .
“અચ્છેવા” એટલે નિર્મલ અને રૂપ, રંગ, સ્વાદમાં ફરક થયેલ વર્ણ તરિત પાણી (ત્રણ ઉકાળાવાળું પાણી). .