________________
১৯
પ્રવચનસારાદ્વાર
નીવિકૃતિમાં (નીવિમાં) આઠ કે નવ આગારો છે.
“નીગ્વિગઇય. પચ્ચક્ખાણ અન્નત્થણાભાગેણ' સહસાગારેણ` લેવાલેવેણુ ગિહત્થસંસšણું કખત્તવિવેગે પડુચ્ચક્ખએણ, પારિટ્ઠાવણિયાગારેણુ' મહત્તરાગારેણ સવ્વસમાહિવત્તિયાગારેણ વાસિરઈ.”
મનને વિકૃતિ એટલે વિકારનુ કારણ અને વિગતિ એટલે દુર્ગતિના કારણરૂપ બનતું હાવાથી તે વિકૃતિ કે વિગઈ કહેવાય છે. જેમાંથી વિકૃતિ નીકળી ગઈ હોય, તે નિવિકૃત, તેનું પચ્ચક્ખાણ તે નિવિ કહેવાય. એના આગારાની વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી.
પડુચ્ચમિલ્ખએણું પડુચ્ચ એટલે પ્રતીત્ય અર્થાત્ બિલકુલ લુખ્ખા માંડા વિગેરેની અપેક્ષાપૂર્વક પ્રક્ષિત અર્થાત્ કંઈક સુકુમારતા કે કુણાશ લાવવા માટે ઘી વિગેરે જે લગાડાય તે લગાડાયેલ વસ્તુમાં વિશિષ્ટ સ્વાદના અભાવ હોવાથી પ્રક્ષિત જેવુ' એટલે અક્ષિતાભાસ તે પહુચ્ચક્ખાએણ કહેવાય. એની વિધિ આ પ્રમાણે છે. જો આંગળીથી ઘી વિગેરે લઇ માંડા વિગેરે કુણાં કરાયા તા ખપે પરંતુ ધારાબદ્ધ રીતે નંખાયુ. હાય તા નીવિવાળાને ન ખપે. વાસિરઇ એટલે વિગઇને વાસિરાવું છું.
ઉત્ક્ષિપ્ત વિવેક એટલે કે ઉપાડીને દૂર કરી શકવુ' તે. જે વિગઇઓમાં તે સંભવે છે તેને માટે નીવિમાં નવ આગારા છે. બીજી પ્રવાહીરૂપ વિગઇએમાં આઠ આગારા છે. પ્રશ્ન :- નિર્વિકૃતિમાં જ આગારો કહ્યા તે વિગઈ ત્યાગ પચ્ચક્ખાણુના શી રીતે
ખબર પડે?
ઉત્તર :~ નિર્વિકૃત ગ્રહણ કરવાથી વિગઈ પરિમાણુ પચ્ચક્ખાણુનું પણ ગ્રહણ થઈ જાય છે, માટે તેમાં પણ તે જ આગારા જાણવા.
એકાસણું, પેરિસી અને પુરિમડઢમાં જે આગાર છે, તે જ આગારો અનુક્રમે ખિયાસણુ` સાઢારિસી અને અવર્ડ્ઝમાં પણ જાણવા. બિયાસણું, સાઢપારસી, અવઢ આદિ પચ્ચક્ખાણેા સૂત્રમાં ન કહ્યા હોવા છતાં અપ્રમાદ વૃદ્ધિનુ કારણરૂપ હાવાથી સમજી લેવા.
નિર્વિકૃતિ કે વિગઈ પરિમાણમાં ક્યા આઠે આગારા છે, અને કયા નવ આગારો હાય છે તે કહે છે.
નવનીત એટલે માખણ, અવગાહિમ એટલે ઘી, તેલમાં તળેલ પકવાન ( ઠંડા ), કઠીન ( જામેલા ) દહીં, માંસ, ઘી, ગાળ આ વિગઇએમાં નવ આગારે છે. બાકીની પ્રવાહીરૂપ વિગઇએમાં આઠ આગારો છે. કારણ કે કઠીન માખણ, ગાળ વિગેરે વિગઇઆમાંથી ઉત્ક્ષિપ્ત વિવેક કરી શકાય. માટે તેમાં નવ આગારા છે.” પ્રવાહિ વિગઈમાંથી ઉત્ક્ષિપ્ત વિવેક કરી શકાતા નથી, માટે આઠ આગાર છે. વિગઇએમાં પડેલ ખીજી વસ્તુઓ અલગ કરવી તે ઉક્ષિપ્તવિવેક.