________________
AAAAAAAA
પ્રત્યેકબુદ્ધ શ્રીનગાતી ગધારનું ચરિત્ર,
(૫૧) લામાં તેને આશ્વાસન કરતો હતો તેટલામાં મેં તને આવતે જે. તેથી જ મે એવી માયા કરી હતી તે એમ ધારીને કે આ કનકમાળા તે પોતાના પિતાની સાથે ન જાઓ. આવી રીતે તમને નિરાશ કરવાના હેતુથી જ મેં તે માયા રચી હતી. હે મહામુનિ ! આપે આ હાર અપરાધ ક્ષમા કરે.” આ પ્રમાણે હાથ જોડીને ક્ષમા માગતા જોઈ તે વ્યંતર દેવતાને ચારણમુનિએ કહ્યું કે “તમે આ હારે વિષે યોજેલી તમારી માયા દિવ્ય છે. કે જે મહામાયાએ હારી સર્વ ભવરૂપમાયાને હરણ કરી લીધી. અહો ! તમે મહાર જરા પણ અપરાધ કર્યો નથી.” એમ કહીને તે મહામુનિ યંતર દેવતાને આશી આપી અન્યસ્થાને વિહાર કરી ગયા.
હવે વ્યંતર દેવતાએ કહેલા પિતાના તે પૂર્વ ભવને સાંભળીને કનકમાળાને તુરત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે પિતાના પૂર્વ ભવના પિતા રૂપ વ્યંતર દેવતાની પ્રાર્થના કરવા લાગી કે હે તાતે! હમણાં તમે તે હારા પૂર્વ ભવના પતિને મેલવી આપો.” વ્યંતરે કહ્યું. “હે પુત્રી ! ત્યારે યાચના કરવી પડે તેમ નથી કારણ કે આ યાચનામાં હારું જાગતું ભાગ્ય વિજયવંત વતે છે. ત્યારે પતિ જિતશત્રુ રાજા મૃત્યુ પામીને દેવતા થયો અને ત્યાંથી તે અવીને દઢરથ રાજાને પુત્ર સિંહરથ નામે થયો છે. તે પંડ્રપુરના મહારાજા, ગાંધાર દેશના અધિપતિએ આપેલા અશ્વથી હરણ થયો છતે આ પર્વત ઉપર આવશે આ વૈદ્યાદિ સર્વ સામગ્રી છતાં તે તને તુરત પરણશે માટે તે જ્યાં સુધી અહિં આવે ત્યાં સુધી આ સ્થાનકે રહે. એમ કહી વ્યંતરદેવ શ્રીજિનેશ્વરદેવને વંદન કરવા મેરૂ પર્વત ઉપર ગયે. બીજે દિવસે સિહરથ રાજા ત્યાં આવ્યો. (કનકમાળા સિંહરથ રાજાને પૂર્વભવનો સંબંધ કહીને કહે છે કે, હે સ્વામિન ! તે વ્યંતર દેવતા કાલેજ શ્રી જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરવા માટે મેરૂ પર્વત ઉપર ગયા અને મહારા ભાગ્યથી ખેંચાયેલા તમે આજે અહિં આવી પહોંચ્યા.” સિંહરથ રાજા આ પ્રમાણે પિતાના પૂર્વભવની સર્વ વાત સાંભળી વિચાર કરતો હતો એવામાં પેલે વ્યંતરદેવ કે જે તેનો સસરો થતો હતો તે ત્યાં આવ્યો. પછી દિવ્ય વાજીત્રાના નાદ પૂર્વક શ્રી જિનેશ્વર પ્રભુનું પૂજન કરીને સિંહરથ રાજાએ મધ્યાન્હ ભેજન કર્યું. પછી દેવતાએ જેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી છે એવા તે સિંહરથ રાજાએ તે પર્વત ઉપર એક દિવસ પેઠે એક માસ નિગમન કર્યો. પિતાને દીર્ઘકાળ થવાને લીધે રાજ્યની ખરાબી થવાની શંકા પામેલા રાજાએ અનિષ્ટ છતાં પણ પોતાની પ્રિયાને આ પ્રમાણે કહ્યું. “હે પ્રિયે! પ્રબલ એ શત્રુને સમૂહરાજ્યને ખરાબ કરશે. માટે હું ત્યાં જાઉં છું. આજથી પાંચમે દહાડે ફરી પાછા અહિં આવીશ. કનકમાલાએ કહ્યું. “હે નાથ ! આપ અહિં રહેવા માટે રાજ્યને ત્યજી દેવા શકિતવંત નથી જેથી આવજા કરવામાં આપને બહુ કષ્ટ થશે. માટે આપ હારી પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા ગ્રહણ કરો કે જેથી આવવું જવું સુખે કરીને થાય. પછી પ્રિયાએ આપેલી પ્ર