________________
(૫૦)
શ્રીઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જાણી તેને એકાંત સ્થાનમાં લાવીને કહ્યું. “હે પુત્રી ! યુદ્ધમાં સન્મુખ હણાયેલા બંધુને તું શોક ન કર, જેમ દ્રવ્યથી દ્રવ્ય વૃદ્ધિ પામે છે. અને દુઃખથી દુઃખ વધે છે તેમ શેકાનુબંધી શેક બીજા શેકને શમાવત નથી. હે વત્સ! તું હારી પુત્રી હોવાથી
હારા પ્રાણથી પણ વધારે વહાલી છું. માટે અહિં પ્રસન્ન ચિત્તથી નિ:સંદેહપણે દીર્ધકાલ પયત રહે. ” દેવતાનાં આવાં વચન સાંભલી કનકમાલા “ આ દેવતા કેણ, હું એની પુત્રી શી રીતે, એ મહારે વિષે કેમ સ્નેહ કરે છે તેમ મહારે અંતરાત્મા પણ તેને વિષે કેમ પ્રીતિ પામે છે ? ” એમ જેટલામાં વિચાર કરે છે તેટલામાં દઢશક્તિ વિદ્યાધરેંદ્ર ત્યાં આવી તેણુને અમૃત દ્રષ્ટિથી જોવા લાગ્યો. વલી તેણે ત્યાં પૃથ્વી ઉપર પરસ્પર હણાઈને પડેલા વાસવ વિદ્યાધરને તથા પોતાના પુત્ર સુવર્ણ તેજને દીઠા. એટલું જ નહીં પણ તે પોતાની આગલ પડેલી, કપાઈ ગએલા મસ્તકવાળી કનકમાલિકા પુત્રીને જોઈ વિચાર કરવા લાગ્યો. “ પ્રથમ આ અધમ વાસવે મારી પુત્રીનું હરણ કર્યું અને મહારા પુત્ર સુવર્ણ તેજને માર્યો. વલી મહારા પુત્રે તેને પણ મારી નાખ્યો દેખાય છે. અરે જીવ! દુઃખની બાઈરૂપ આ સંસારમાં કઈ સાર વસ્તુનું વર્ણન કરું? કે જ્યાં ઈષ્ટ પુરૂષના વિયેગ રૂપ અનિષ્ટ યોગથી ઉત્પન્ન થએલું દુ:ખ વૃદ્ધિ પામે છે. કયાં મહારો પુત્ર અને પુત્રી ? વળી કયાં આ શસ્ત્રધારી વાસવ? હે જીવ ! નિરંતર તું આ જગને સ્વમાના સમાન જાણુ. આ હાર શત્રુ અને આ મહારો મિત્ર એ કેવલ મેહનીજ ચેષ્ટા છે. મેહથી જ જડ હદયવાલા લકે પોતાનું હિત જાણી શક્તા નથી. અવલા માર્ગે ચાલનારાને વરી અથવા મિત્ર ગણુ એ સર્વ મનુવેને વિષે ભ્રાંતિ છે. આ મનુષ્ય સુખ દુઃખનું નિર્ણય કરેલું તત્વ જાણે છે કે અસં. તેષથી મહાદુઃખ અને સ તેષથી ઉલ્ક સુખ મળે છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે લઘુકમી અને ધમિ એવા દઢશક્તિ વિદ્યાધરને પૂર્વ ભવના જાતિ મરણને લીધે સ્વયંબુદ્ધપણું પ્રાપ્ત થયું. પછી દેવતાએ વેષ આપે એટલે તે દઢશક્તિ ચારણુ મુનિ થયો. આ વખતે પુત્રી કનકમાલાની સાથે પેલા દેવતાએ આવીને તેને નમસ્કાર કર્યો. પુત્રીને જીવતી જોઈ અત્યંત વિસ્મય પામેલા ચારણ મુનિએ તે દેવતાને પૂછયું કે અહો ! આ શું?” દેવતાએ કહ્યું. “હે મુનિ! રણમાં પરસ્પર યુદ્ધ કરીને મૃત્યુ પામેલા તે બન્ને વિદ્યાધરની પાસે મેં માયાથી જ આ કન્યા મૃત્યુ પામેલી દેખાડી હતી.” મુનિએ “તમે તેવી માયા શા માટે કરી ?” એમ પૂછયું એટલે તે વ્યંતર દેવતાએ હસીને કહ્યું કે “હે મહામુનિ ! એ વાત તમે સ્થિર થઈને સાંભળે. પૂર્વે હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા જિતશત્રુની પ્રિયા કનકમંજરીનો પિતા ચિત્રાંગદ નામે હતે. તેણીએ આપેલા નવકારના પ્રભાવથી હું મૃત્યુ પામીને વ્યંતર દેવતા થયે છું. અને તે હારી પુત્રી કનકમંજરી પણ દેવીપણાને અનુભવ કરીને પછી તમારી વિદ્યાધર પુત્રી થઈ છે. વાસવ વિધાધર તેણુને હરણ કરીને પ્રાસાદ આગલ લાવ્યું એટલામાં આ પર્વતમાં રહેતા એવા મેં અવધિજ્ઞાનથી તેને મહારી પુત્રી જાણું. પરસ્પર યુદ્ધ કરીને વાસવ તથા સુવર્ણ તેજ બને જણું મૃત્યુ પામ્યા. પછી હું જેટ