________________
(૫૨),
શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જ્ઞપ્તિ વિદ્યા રાજાએ તુરત અંગીકાર કરી અને સાધી. જેથી તે સિંહરથ રાજા સર્વ વિદ્યાધરોમાં અગ્રણી થયે. પછી પૂર્વભવના પ્રેમથી પૂર્ણ એવી પ્રિયાની રજા લઈ સિંહરથ ભૂપતિ, નગરવાસી લોકોએ કરેલા ઉત્સવ પૂર્વક પોતાના નગરમાં આવ્યો. ત્યાં કેટલા દિવસ નિગમન કરી ફરી તે પર્વત ઉપર ગયો. આ પ્રમાણે તેણે વારંવાર ત્યાં જવું આવવું કર્યું. પરંતુ કનકમામાળાને પિતાના મનમાંથી જરા પણ દૂર કરી નહીં. પછી તે તે હંમેશાં વિદ્યાના બલથી ત્યાં જવા આવવા લાગ્યો. તે ઉપરથી લોકેએ તેનું નગતિ એવું નામ પાડ્યું. હવે પછી સિંહરથને ઠેકાણે નગતિ ગાંધાર નામ આપવું.
એકદા પેલે વ્યંતર દેવતા ખેદ ધરતો છતો સિંહરથ રાજાને કહેવા લાગ્યા. “હું આપના પૂજ્યપણાથી બીજા દેવતાઓની મધ્યે માન પામ્યો છું. હમણાં હું મ્હારા સ્વામીની આજ્ઞાથી બીજા દેશ પ્રત્યે જાઉં છું. પરંતુ આ પર્વતને વિષે અને પુત્રીને વિષે મહારે બહુ સ્નેહ છે. મહાત્મા પુરૂષને સ્નેહસહિત મુગ્ધપણુંમાં જરા પણ ભેદ નથી તેથી ચાતુર્યના સાગર અને જમાઈ રૂપ તમારી પાસે હું એટલી યાચના કરું છું કે, તમે હારી પુત્રીને પિતાના નગર પ્રત્યે લઈ જઈ આ પર્વતને શુન્ય કરશે નહીં. તેમજ આ હારા સ્થાનનું રક્ષણ કરશે.” આ પ્રમાણે કહીને તે વ્યંતર દેવતા પોતાના પરિવારને સાથે લઈ ચાલ્યો ગયો. સિંહરથ રાજાએ પણ તે વ્યંતર દેવાતાનું વચન અંગીકાર કરી પર્વતને શુન્ય ન કરવા માટે ત્યાં એક મોટું નગર વસાવ્યું. દેવાલયોથી દેદીપ્યમાન, દિવ્ય અમરાવતી સમાન અને કલ્યાણની શોભાના સ્થાન રૂપ તે નગરનું નગાતિપુર એવું નામ પાડયું. હેટા પ્રસાદના શિખર ઉપર રહેલા સુવર્ણના કલશે જાણે મધ્યાકાલના સૂર્યનાં મંડલ હાયની ? એમ શોભતાં હતાં. સિંહરથ એ પર્વત ઉપર રહેનારા વ્યંતરને અને તે નગાતિપુર એમ બે પ્રકારે રાજા થયે. ત્યાં પોતાની પ્રિયાની સાથે અસંખ્ય ભેગોને ભેગવત એ તે ભૂપતિ, દેગુંદક દેવની પેઠે શોભતો હતો. નિરંતર ન્યાયથી રાજ્યનું પાલન કરતા એવા તે રાજાને ત્યાં અનુકમે બહુ કાલ નિર્ગમન થયું.
એકદા સિંહરથ રાજા પોતાના સ્વજનના આગ્રહથી નગરની પાસેના ઉદ્યાનમાં વસંત જેવા ગયે. ત્યાં તેણે માર્ગમાં ગુંજારવ કરતા ભ્રમરોથી વ્યાસ અને મંજરીના સમૂહથી મનોહર જાણે પૃથ્વીનું અદભૂત છત્ર હોયની ? એવું એક આંબાનું વૃક્ષ દીઠું. વસંત સમયથી ઉત્પન્ન થએલી અનેક કળીઓ વડે મને હર એવા તે વૃક્ષને જોઈ રાજા બહુ હર્ષ પામે. “પછી મંજરીના સમૂહની સંપત્તિએ કરીને શેભાના સ્થાન રૂપ અને મને એવું તે વૃક્ષ સર્વ પ્રાણુઓના મનને ખુશી કરે છે.” એમ પ્રશંસા કરતા એવા ભૂપતિએ પોતે આંબાની એક મંજરી લઈ વારંવાર સુંઘતા સુંઘતા આગળ પ્રયાણ કર્યું. પાછળ ગાડરિયા પ્રવાહના સરખા લેકેએ