________________
(૪૨)
શ્રી રષિમડલસિબઉત્તર સુંદરિસ વિંધ્યાચલ પર્વતને વિષે બહુ મોટું એવું કોઈ એક અશોકવૃક્ષ હતું. જેની શાખાઓ બહુ દિશામાં વિસ્તાર પામી હતી એવું તે વૃક્ષ અર્ક (આકડા) ના ગાઢ પત્રના સમૂહથી ઢંકાએલું હતું. આ પ્રમાણે તે વ્હોટું વૃક્ષ છતાં પણ તેની જરા પણ છાયા નહાતી.” દાસીએ કહ્યું. “એમ કેમ? કનકમંજરીએ કહ્યું. “આજે હું કીઠના શ્રમથી થાકી ગઈ છું માટે ઉંઘી જાઉં છું તે વાત કાલે કહીશ.” પછી ત્રીજે દિવસે પણ રાત્રીએ વાત સાંભળવાની લાલચે રાજા ત્યાંજ આવ્યો અને કપટનિદ્રાથી સુતે' દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી એટલે તેણીએ કહ્યું. “અર્ક (સૂ)ના તાપથી અત્યંત તપ્ત એવા વૃક્ષની તે છાયા કયાંથી હોય? કે જે વૃક્ષને આશય કરી રહેલા પક્ષીઓ તેની છાયા અને ફલને અત્યંત ઉપલેગ કરનારા થાય.”
ત્તિ દ્વિતો થા. વલી દાસીએ કથા પૂછી એટલે કનકમંજરીએ કહ્યું. “ કોઈ એક ઠેકાણે કઈ .કાંટાસહિત ફલાદિકનું ભક્ષણ કરતો હતે. એવામાં તેણે અસંખ્ય ફલ પુષ્પવાલું બબુલ વૃક્ષ દીઠું, ઉંટ, તેની પાસે ગયો અને ભક્ષણ કરવાની ઈચ્છાથી લાંબી ડેક કરીને ઉભે રહ્યો પરંતુ તે વૃક્ષ બહુ દૂર હોવાથી તેના પત્ર ફલ વિગેરેને મેલવી શકે નહીં. પછી ઉંટ બહુ ખેદાતુર થયેલ અને બબુલવૃક્ષને જોઈ જોઈને ઈર્ષ્યાથી વિધિના વામપણાને લીધે બહુ પસ્તાવો કરવા લાગે.” વૃક્ષની શાખાને નહિ મેળવી શકવાને લીધે જેને મનમાં અત્યંત મત્સર ઉત્પન્ન થયો હતો એવા તે શૂન્ય મનવાલા ઉંટે તત્કાલ તે વૃક્ષ ઉપર મલમૂત્ર કર્યું.” રાણુની આવી વાત સાંભલી મદનાદાસીએ પૂછયું. હે મૃગાક્ષી! જે ઉંટ પોતાની લાંબી ડાકથી પણ બબુલ વૃક્ષને પહોંચી શકો નહીં તેણે તેના ઉપર ક્ષણમાત્રમાં મલમૂત્ર શી રીતે કર્યો ?” આ વખતે સુરતશ્રમથી અત્યંત થાકી ગએલી કનકમંજરી સૂઈ ગઈ, ચોથે દિવસે જિતશત્રુ રાજા વાર્તાના કુતુહલથી ત્યાં આવ્યું. પૂર્વની પેઠે કીડાથી શાંત થએલો તે ભૂપતિ કપટનિદાંથી સૂતો એટલે દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી. રાણીએ તેને હસીને કહ્યું. “અરે સખિ! તને એમાં શું આશ્ચર્ય છે? કારણ કે તત્ત્વિ ! ઉંટે તે વૃક્ષને કૂવાની અંદર દીઠું હતું.”
તિ વતીયા થયા છે દાસીએ ફરી બીજી વાત પૂછવાથી રાણીએ કહ્યું. “કોઈ એક કન્યા હતી. તેને પરણાવવા માટે તેના માતા પિતા અને ભાઈઓએ તેડાવેલા ત્રણ પુરૂષમાંથી એક જણ મેહને લીધે તે કન્યાની સાથે બળી મૂવો. બીજે તેણીના ભસ્મના ઢગલાની ત્યાં (ઉમશાનમાં) રહીને સેવા કરવા લાગ્યું. ત્રીજે તેને ફરીથી જીવતી કરવાની ઈચ્છાથી દેવતાનું આરાધન કરવા લાગ્યા. અનુક્રમે પ્રસન્ન થએલા દેવતાથી પ્રાપ્ત થએલા જલથી ભસ્મને સિંચન કરી ત્રીજા પુરૂષ, તે કન્યાને પુરૂષસહિત તુરત જીવતી કરી.