________________
પ્રત્યેકબુદ્ધ ચીનગાતીનું ચરિત્ર.
(૪૧) શત્રુ રાજાએ તેની કન્યાનું કૃષ્ણ જેમ લક્ષ્મીનું પાણગ્રહણ કરે તેમ પાણી ગ્રહણ કર્યું. પછી પૂર્વના પુણ્યથી ભૂપતિના પ્રસાદરૂપ મેહેલને પામેલી તે કનકમંજરી, મોટા ભૂપતિઓના વંશમાં ઉન્ન થએલી સર્વ સ્ત્રીઓમાં પટ્ટરાણી પદ પામી.
એકદા તે કનકમંજરીએ, પિતાની મદના નામની દાસીને એકાંતમાં શીખવી રાખ્યું કે “ હે ભદ્રે ! આપણે ત્યાં આવીને રાજા કીડાથી ઢાંત થાય ત્યારે ત્યારે મને કેઈએક કથા પૂછવી. ” પછી રાત્રીની સભા વિસર્જન થઈ અને પ્રધાન લોકે પોત પોતાને ઘરે ગયા એટલે ધનુર્ધારી પુરૂષેતથી શરીરની રક્ષાવાળે તે રાજા કનકમંજરીના મહેલ પ્રત્યે આવ્યો. કનકમંજરીએ રાજાની સાથે કામસુખને બહુ અનુભવ કર્યો. ભૂપતિ પણ બહુ ક્રીડાથી થાકી જવાને લીધે કપટનિદ્રા કરીને સુતે તેટલામાં દાસીએ કનકમંજરીને કથા કહેવાનું કહ્યું. રાણીએ કહ્યું “ હે સખી! ક્ષણમાત્ર ધીરજ રાખ, રાજા સુતા છે તે ઉંઘી જશે એટલે હું તને હારી મરજી પ્રમાણે કથા કહીશ. ” “ આ શી કથા કહેશે ” એમ વિચાર કરી તેણની કથા સાંભળવાની ઈચ્છા કરતે ભૂપતિ કપટનિદ્રાથી સુઈ ગયો એટલે ચિત્રકારની પુત્રી કનકમંજરી, દાસીને કથા કહેવા લાગી.
કથા ૧ પ્રાચીન એવા વસંતપુરમાં કૃતાર્થ એવા વરૂણ નામના શ્રેષ્ટીએ એક ઉત્તમ પથ્થરનું એક હાથ પ્રમાણ ઉંચુ એક દેવમંદીર કરાવ્યું. તેમાં તેણે ચાર હાથની મનહર દેવની પ્રતિષ્ઠા કરી. એ પ્રતિષ્ઠા કરેલા દેવ, પૂજન કરવાથી તે શ્રેષ્ટીને નિરંતર ઈચ્છિત ફલ આપનારા થયા. “ એક હાથના મંદીરમાં ચાર હાથના દેવ શી રીતે રહી શકે ? ” એમ દાસીએ પૂછ્યું એટલે રાણી કનકમંજરીએ કહ્યું કે “ હમણાં હું નિકા કરીશ.” પછી અત્યંત હર્ષ પામેલી મદના દાસી રાણીની રજા લઈને પોતાના સ્થાન પ્રત્યે ગયે છતે કનકમંજરીનાં બે નેત્રો બહુ નિદ્રાથી વ્યાસ થયાં. અર્થાત તે ઉંઘી ગઈ. કથાના રહસ્ય–અર્થને જાણવાની ઈચ્છા કરતો અને મનમાં વિસ્મય પામેલે ભૂપતિ પણ “ એ કથા મહારે કાલે નિશ્ચય સાંભવી ” એમ વિચર કરીને તે વખતે સુઈ ગયો. બીજે દિવસે સાંજે કથામાં જ એકચિત્તવાલે અને તે સાંભળવામાં ઉત્સાહવંત એવો તે રાજા પોતે આગલા દિવસની પેઠે આદરથી ત્યાં જ આવ્યું. કીડા કરીને શ્રાંત થએલો રાજા કપટનિદ્રા કરીને સુતો એટલે મદના દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત રાણીને પૂછી. રાણીએ કહ્યું: “ હે મુગ્ધ ! મેં તને ચાર હાથના દેવ કહ્યા છે. તે ચાર હાથ પ્રમાણે ઉંચા ન ધારવા પરંતુ ચાર હાથવાલા કહ્યા છે એમ જાણવું. ” રાણીનાં આવાં ચાતુરીયુક્ત વચન સાંભળી રાજા પિતાના મનમાં બહુ વિસ્મય પામે.
તિ પી જયા , દાસી મદનાએ ફરી તેજ વખતે બીજી કથા પૂછી એટલે રાણીએ કહ્યું, હે