________________
- શ્રી પ્રષિમંડલ વૃત્તિ ઉત્તરદ્ધ.
ત્રાસ પામેલા સર્વે લેકો આમ તેમ નાસી ગયે છતે તે ચિત્રાંગદ પુત્રી કનેકમંજરી પણ તુરત નાશી જઈને કોઈ સ્થાનકે ઉભી રહી. પછી ઘોડેસ્વારને ગયે છતે કનકમંજરી, પિતાના પિતા પાસે આવી. હાથમાં ભાત લઈને આવેલી પુત્રીને જોઈ ચિત્રાંગદ શરીરચિંતા માટે હાર ગયે. પછી કન્યાએ વસ્ત્રથી ઢાંકેલા ભેજનના પાત્રને એક બાજુએ મૂકી અને તે પોતાના પિતાના રંગના નાના પ્રકારનાં પાત્રો. હાથમાં લઈ કોતથી તે રંગવડે સ્ફટિકમણિના સરખી ઉજવલ ભીંત ઉપર આદરથી એક કલાવાન મર ચિતર્યો. આ વખતે રાજા ત્યાં આવી ચડે. અનુક્રમે ચિત્રો જેવા માટે ફરતા એવા તે ચતુર ભૂપતિએ પેલા મેરને ભ્રમથી સાચે માની તેને પકડવા માટે હાથથી ઝડપ મારી, આમ કરવાથી તેના નખ ભાગી જવાને લીધે તે બહુ વિલક્ષ બની ગયો. આ અવસરે ચિત્રકાર પુત્રી કનકમજરી, રાજાને વિલક્ષ બનેલો જોઈ હસીને બોલી કે “ ખરેખર ત્રણે પાયાથી ડગતાં એવા માંચાને ચે પાય તું આજે મને મ.” રાજાએ કહ્યું. “ તે ત્રણ પાયા કયા છે કે જેમાં ચોથા પાયા રૂપ મને બનાવ્યો? કનક મંજરીએ કહ્યું “હે નૃપે! જે આપના મનમાં તે બાબતનું કૌતુક હોય તો સાવધાન થઈને સાંભળે. •
આજે બાળક અને સ્ત્રીઓથી ભરપૂર એવા રાજમાર્ગમાં અતિવેગથી અશ્વ દોડાવતા એવા એક પુરૂષને મેં દીઠે. તે પુરૂષ પહેલે પાયે છે. હે ગૃપ ! બીજે પાયે તેને જાણે કે જેણે આ બીજા મોટા કુટુંબી પુરૂષોની સાથે નિર્ધન અને વૃદ્ધાવસ્થાથી વ્યાસ એવા હારા પીતાને આ ચિત્રકામમાં સરખે ભાગ આપે. વલી - સંપાદન કરેલી લક્ષ્મીનો વ્યય કરનાર અને સરલ મનવાલે આ મ્હારો પિતા પૃથ્વીને વિષે ખરેખર ત્રીજા પાયા રૂપ છે. કારણ કે મેં હંમેશાં ભાત આપ્યા પછી તે હારજવા જાય છે. હે રાજન ! તે ત્રણમાં ચોથા પાયાની પૂર્તિ કરનારા તમે દેખાયા છો. કારણ કે તમે વિચાર કર્યા વિના સહસા ચિતરેલા મોરને સાચો જાણે તેને પકડવા માટે પિતાના હાથથી ઝડપ મારી.”
આ પ્રમાણે વાત કરતી એવી અને મૃગના સમાન દ્રષ્ટિવાલી તે કનકમંજરીએ, મધુર વચન અને યુક્તિથી વ્યાસે એવી ચાતુરીએ કરીને ચમત્કાર પમાડેલા 'અને હરિના સરખા તે ભૂપતિના મનને હરણ કરી લીધું. જો કે તેણીએ એક એક વચન અવળી રીતે કહ્યું હતું તે પણ તે મનુષ્યને ગ્રહણ કરવા જેવું હતું. કહ્યું છે કે કાળા અગર ચંદનથી ઉત્પન્ન થએલો ધુમાડે પણ ક્યા માણસને મનહર ન લાગે ? પછી મને હરપણાએ કરીને તેને વિષે આસક્ત થએલે રાજા અત્યંત હર્ષ પામતે છતે પિતાના મંદીર પ્રત્યે ગયો. પરંતુ તે પોતાનું રાત્રી સંબધી કૃત્ય અને મન એ બન્ને વસ્તુઓને કનકમંજરી પ્રત્યે મૂકી ગયો. પછી ભૂપતિએ પોતાના સગઢ નામના ઉત્તમ પ્રધાનની મારફતે હેટા આદરથી ચિત્રાંગદ પાસે તે કન્યાનું મારું કર્યું. છેવટ ક્ષણમાત્રમાં બહુ દ્રવ્યથી તે ચિત્રકારના ઘરને પૂર્ણ કરીને જિત