________________
(૧૪)
શ્રીગડષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. પછી અપમાન થયું જાણી શ્રેણિક, પોતાના પિતાના નગરમાંથી નિકલી બેનાતટ નગરે ગયા. ત્યાં તે નગરમાં પ્રવેશ કરી શ્રેષ્ઠ ચિત્તવાળા ભદ્રશ્રેષ્ઠિની દુકાન ઉપર જાણે લાભદયનું મૂર્તિમંત કર્મ જ હાયની ? એમ બેઠે. આ વખતે તે નગરમાં કઈ હેટ ઉત્સવ ચાલતો હતો. તેથી બહુ માણસે નવિન વસ્ત્ર, આભૂષણ, અંગરાગ ધારણ કરવામાં વ્યગ્ર બની ગયા હતા. તેથી શ્રેષ્ઠી બહુ કરિયાણાની ખપત હોવાથી વ્યાકુલ બની ગયા હતા. શ્રેણિકે શ્રેષ્ઠીને કાંઈ પુટપુટયાદિ આપ્યું. તેથી શ્રેણિકના માહાસ્યથી શ્રેષ્ઠી બહુ ધન કમાણો. કહ્યું છે કે ભાગ્યશાલી પુરૂષને પરદેશમાં લક્ષ્મી સહાયકારી થાય છે. શ્રેષ્ઠીએ અભયકુમારને પૂછ્યું. “તમે આજે કયા પુણ્યવંતાના પણ થયા છે. ? ” શ્રેણિકે હસીને કહ્યું “હે સુંદર ! તમારાજ. ” આજ રાતે સ્વપ્રમાં મે જે આનંદિત, યેગ્ય અને શ્રેષ્ઠ પુરૂષને દીઠે છે તે સાક્ષાત્ આજ છે. ” એમ મનમાં વિચાર કરીને કહેવા લાગ્યા. “ અહા ! હું ભાગ્યવંત છું. જે તમે હારા પણ થશે. નિચે આ આળસુના ઘરને વિષે ગંગા નદીના આવવા જેવું થયું છે. પછી ભદ્રશ્રેષ્ઠી, દુકાન બંધ કરી શ્રેણિકને પોતાના ઘર પ્રત્યે લઈ ગયા. ત્યાં તેણે શ્રેણિકને વસ્ત્રદાનાદિ પૂર્વક વિધિથી ભેજન કરાવ્યું. પછી શ્રેણિક તે શ્રેષ્ઠીને ઘરે રહેવા લાગ્યા.
એકદા ભદ્રશ્રેષ્ઠીએ શ્રેણિકને પિતાની નંદાપુત્રી પરણવાની યાચના કરી. શ્રેણિકે કહ્યું. “ અજાણ કુલવાલા મને તમે પોતાની પુત્રી કેમ આપશે ? ” શ્રેષ્ઠીએ કહ્યું. “ મેં તમારા ગુણોથી તમારું કુલ જાણ્યું છે. પછી શ્રેષ્ઠીના આગ્રહથી શ્રેણિક તેની નંદાપુત્રીને પરણ્ય. અને ધવલ મંગલ વરસ્યું. પોતાની તે પ્રિયાની સાથે અનેક પ્રકારના ભેગેને ભેગવતે છત શ્રેણિક નિકુંજમાં હસ્તિની પેઠે શ્રેષ્ઠીને ત્યાં રહેવા લાગ્યા.
અહીં પ્રસેનજિત રાજાએ શ્રેણિકની સર્વ હકીકત જાણી. કારણકે નરેંદ્ર ચરરૂપ નેત્રથી સહસાક્ષ કહેવાય છે. પ્રસેનજિત રાજાએ, અંતકારી ઉત્પન્ન થએલા રેગથી પિતાનું મૃત્યુ પાસે આવ્યું જાણીને તુરત શ્રેણિકને પિતાની પાસે તેડી લાવવા માટે ઉંટવાલાઓને આજ્ઞા આપી, અહિં બેનાતટ ઉંટવાળા પાસેથી પિતાના પિતાને રોગ ઉત્પન્ન થએલે જાણી શ્રેણિક સ્નેહથી નંદાની આજ્ઞા લઈ તુરત ચાલી ની. પણ તે વખતે તેણે નંદાને “ અમે સજગૃહ નગરમાં રહેનારા પાંડુગર કુયકા ગોપાલ ( ગોવાળ ) છીએ. ” એટલા અક્ષરે લખી આપ્યા. “ મહારા પિતાના રેગની વાત બીજા રાજાઓ ન જાણે.” એમ ધારી શ્રેણિક તુરત ઉંટડી ઉપર બેસી રાજગૃહ નગર પ્રત્યે આવ્યું. પુત્રને જોઈ હર્ષ પામેલા પ્રસેનજિત ભૂપાલે, તુરત શ્રેણિકને હર્ષનાં આંસુસહિત સુવર્ણના કુંભમાં ભરેલા જલથી રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી તે ભૂપતિ પંચ નમસ્કારનું તથા પાર્શ્વનાથ જિનેશ્વરનું સ્મરણ કરી
લતાથી ભરપુર પ્રદેશ,