________________
શ્રીઅભયકુમાર નામના મુનિyગવની કથા. (૨૩) લાડુ ખાઈ શકે નહિ તેમ પાણી પી શકો નહિ. કહ્યું છે કે બુદ્ધિસાધ્ય કાર્યને વિષે બુદ્ધિવંત પુરૂષ શું ન કરી શકે ? શ્રેણિક વારંવાર કરંડીયાને હલાવવા લાગ્યું અને તેમાંથી પડેલે લાડુનો ભૂકો ખાવા લાગ્યો વળી કુંભની નીચે ઝમવાથી - તીની પેઠે બાકી રહેલા પાણીને પીવા લાગ્યા. કહ્યું છે કે બુદ્ધિથી કયું કાર્ય નથી થતું? આ પ્રમાણે પિતાની પરીક્ષા રૂપ સમુદ્રના પાર પામેલા શ્રેણિકને ભૂપતિ પ્રસેનજિતે પોતાના રાજ્યને યોગ્ય જાણે કુશાગ્ર નગરને અધિપતિ ધાર્યો.
એકદા કુશાગ્ર નગરને વિષે અગ્નિને ઉપદ્રવ થવા લાગે એટલે ભૂપતિએ નગરમાં એવી ઉદ્ઘોષણું કરાવી કે “જેના જેના ઘરમાંથી અગ્નિ નીકળશે અર્થાત જેનું જેનું ઘર સળગશે તે અપરાધીને હું નગરમાંથી બહાર કાઢી મૂકીશ.” એક દિવસ રસેઈયાના પ્રમાદથી રાજાના ઘરમાંથી ન બુઝાવી શકાય એવો અને દુષ્ટ શત્રુના જેવો
અગ્નિ નિકળ્યો અર્થાત્ રાજાને મહેલ સળગે મહેલ બહુ બળવા લાગે એટલે ભૂપતિએ પિતાના પુત્રને કહ્યું કે “મહારા ઘરમાંથી જે પુત્ર જે વસ્તુ લાવશે તે વસ્તુ હું તેને આપીશ. પછી સર્વે પુત્રો પોત પોતાને ઈષ્ટ એવા અશ્વ, હસ્તિ વિગેરે વસ્તુઓ લઈ બહાર નીકળ્યા. અભયકુમાર પણ એક ભંભા લઈ બહાર આવ્યું. પ્રસેનજિત રાજાએ “ આ તેં શું આપ્યું ? ” એમ પૂછ્યું એટલે શ્રેણિકે ઉત્તર આપ્યો કે “ હે મહિપતિ ! આ ભંભાજ રાજાઓનું મુખ્ય વિજયચિન્હ છે. એ ભંભાના હોટા શદથી રાજાઓને મંગલકારી એવી દિગયાત્રા થાય છે. માટે હે તાત ! ભૂપતિઓએ મૂખ્ય આ ભેભાનું પ્રયત્નથી રક્ષણ કરવું. શ્રેણિકનાં આવાં યુક્તિવાલાં વચન સાંભલી પ્રસેનજિત રાજાએ હર્ષથી તેનું “ ભંભાસાર” એવું નામ પાડ્યું.
આ વખતે પ્રસેનજિત રાજા પોતાનું (જેના ઘરમાંથી અગ્નિ નિકળશે તેને હું નગર બહાર કાઢી મૂકીશ. ) વચન ભૂલી ગયે હતે. તે પણ તેને તે વચન ક્યારેક યાદ આવ્યું તેથી તે વિચાર કરવા લાગ્યો કે “ જે હું હારું પોતાનું વચન નહિં પાલું તે બીજા માણસે હારા વચનને કેમ પાલશે ? આમ ધારીને પરિવાર યુક્ત એવા તે પ્રસેનજિત રાજાએ કુશાગ્રપુર ત્યાજી દઈ વનમાં એક ગાઉની છાવણી નાખી. આ વખતે આમ તેમ ફરતા એવા માણસો પરસ્પર કહેવા લાગ્યા કે “તમે
ક્યાં જશે ? અમે રાજગૃહ ( રાજાના નિવાસસ્થાન ) પ્રત્યે જઈશું. ” લોકનાં આવાં વચન સાંભલી પ્રસેનજિત ભૂપતિએ તેજ ઠેકાણે કિલ્લો, ખાઈ ઘર અને મહેલ વડે સુંદર એવું રાજગૃહ નગર નામે પુર વસાવ્યું. “ અમે રાજ્યને યોગ્ય છીએ, એવા માનધારી બીજા પુત્ર આ રાજ્યને ગ્ય એવા શ્રેણિકની ઉપર દ્વેષ ન રાખે” એમ ધારી પ્રસેનજિત રાજા, ભંભાસાર નામના પુત્રને બોલાવતે નહિ એટલું નહિ પણ “ આ રાજા થવાનો છે. ” એમ ધારી પ્રસેનજિતે બીજા પુત્રને જુદા જુદા દેશ આપ્યા અને શ્રેણિકને કાંઈ પણ આપ્યું નહિ.