________________
( ૧૫૮ )
શ્રીષિમડલ વૃત્તિ ઉત્તાન
અવહીલના કરી છે તે આપે ક્ષમા કરવી. પ્રસન્ન એવા મહર્ષિએ, પેાતાના અપરાધ કરનારા ઉપર પણુ કાઇ વખતે પીડા કરતા નથી.” મુનિએ કહ્યું. “ મ્હારા ચિત્તમાં પહેલા જરા પણ ક્રોધ નહાતા, હમણાં પણ નથી અને હવે પછી પણ થવાના નથી. મ્હારી વૈયાવચ્ચ કરનારા યક્ષે આ પ્રમાણે તમારા શિષ્ય વિગેરેને હણ્યા છે, મે નથી હણ્યા.”
પછી મુનિરાજના ગુણુથી હર્ષિત થએલા ઉપાધ્યાયાદિ પુરૂષો કહેવા લાગ્યા. “ વિશ્વને પવિત્ર કરનારા હે મહર્ષિ ! રાગ દ્વેષના વિપાકને તથા જિનેશ્વર પ્રભુએ કહેલા સાધુ પુરૂષોના ધર્મને વિશેષ જાણનારા અને ભવના પાર પામેલા તમારા જેવા પુરૂષા કાપ કેમ કરે? અર્થાત્ ન કરે. હવે પછી અમે પણ અમારા સ સ્વજના સહિત શરણુ કરવા ચેાગ્ય તમારા ચરણનું શરણુ અંગીકાર કરીએ છીએ. વળી અમે તમારૂં પૂજન કરશું. આપ આ નાના પ્રકારના શાયુક્ત ભેાજન સ્વીકારીને ભક્ષણ કરો.” પછી અભિગ્રહને ધારણ કરનારા મુનિએ માસખમણને પારણે તે વિપ્રા ઉપર અનુગ્રહ કરવા માટે ઉત્તમ અન્ન અંગીકાર કર્યું. આ વખતે દેવતાઓએ યજ્ઞમંડપમાં સુગંધી જલનેા વર્ષાદ અને સુવર્ણ વૃષ્ટિ કરી એટલુંજ નહિ પણ આકાશમાં દેવદુંદુભિના શબ્દ પૂર્વક “ અહા દાન, અહા દાન ” એવા નિર્દોષ કર્યો. વિસ્મય પામેલા બ્રાહ્મણેા કહેવા લાગ્યા કે “ માણસાને વિષે પવિત્ર એવા તપનુંજ વિશેષ અદ્ભૂત માહાત્મ્ય છે, જાતિમહાત્મ્ય નથી. આ રિકેશખલ મુનિ ચાંડાલના કુળમાં ઉત્પન્ન થયા છે પણ એ મુનિરાજના તપનુંજ આવુ. અદ્ભુત માહાત્મ્ય પ્રગટ થયું. પછી બ્રાહ્મણેાને શાંત ચિત્તવાળા થએલા જાણી તત્ત્વના જાણુ એવા હેરિકેશ મુનિએ તેમના હિતને અર્થે કહ્યુ.
હું બ્રાહ્મણા ! તમે યજ્ઞ કર્મ કરતા છતાં જળવડે જે માહ્યશુદ્ધિ કરી છે તે સારૂં નથી. વળી હું મૂર્ખા! કુશ કાષ્ઠાદિને ગ્રહણ કરતા, યજ્ઞાદિ ક્રિયા કરતા અને સાય કાલે જળ સ્પર્શ કરતા એવા તમે શા માટે પાપ šારી લ્યેા છે ?” મુનિનાં આવાં વચનથી યજ્ઞકાર્ય પ્રત્યે થએલી શકાવાળા બ્રાહ્મણાએ તેમને યજ્ઞનું સ્વરૂપ પૂછ્યું. “ હે ભિક્ષુ ! અમે શી રીતે વર્તીએ, શી રીતે યજ્ઞ કરીએ અને શી રીતે પાપ કર્મના ક્ષય કરીએ ? કુશલ પુરૂષ યજ્ઞમાં સારી રીતે હામેલું હોય તે બહુ શ્રેયકારી કહે છે તેા એ શી રીતે સમજવુ?” બ્રાહ્મણ્ણાએ આવી રીતે પૂછયું એટલે મુનિએ તેમના હિતને અર્થે કહ્યું.
“ હે વિપ્રા ! તમે ષટ્આવકાયની હિંસા ત્યજી દઈ, દાન છેાડી દઈ તેમજ કષાય તથા સ્ત્રી વિગેરે પરિગ્રહનું શુદ્ધિને અર્થે આચરણ કરો. પાંચ સંવરથી ન્યાસ તેમજ નહિ ઇચ્છતા એવા હું જેવી રીતે કાયાને વાસિરાવી નિર ંતર યજ્ઞ કરૂં છું તેમ તમે પણ યજ્ઞ કરો. બ્રાહ્મણેાએ કરી પૂછ્યું. “ હે મુનીશ્વર ! તે યજ્ઞમાં અગ્નિ કયા જા
મૃષાવાદ તથા અદત્તાપચ્ચખાણ કરી આત્મ અસંયમ તથા જીવિતને