________________
( શ્રીહરિકેશયલ - નામના મુનિવરની કથા.
"
(૧૫૭)
“ અરે ! તું અમારા અધ્યાપકને આવું પ્રતિકુળ વચન કેમ કહે છે ? અમે તે સહન કરનારા નથી, અરે જડ ! તને ધિક્કાર થાએ. અમારા અધ્યાપકને આવા ઉગ્ર વચન કહ્યાં તે અયેાગ્ય કર્યું છે. આ અન્ન ભલે નાશ પામી જાય, પરંતુ તને જરા પણુ આપનાર નથી.” મુનિએ કહ્યું.” ત્રણ ગુપ્તિવાળા અને પાંચ સમિતિવાળા મને અન્ન નહિ આપે! તેા તમે યજ્ઞનું લ કેમ પામશેા ?” યક્ષનાં આવાં વચન સાંભળી મુખ્ય ગારે દ્વારાદિ પ્રદેશને વિષે બેઠેલા મહા આયુધવાળા ક્ષત્રિઓને કહ્યુ. હે વીર પુરૂષા! આ ફક્ત કહેવા માત્ર સાધુને બહુ દંડ મુયાદિથી પ્રહાર કરી અને ગલે પકડી અહીથી કાઢી મૂકેા.” અધ્યાપકનાં આવાં વચન સાંભળી ક્ષત્રિયાદિ સર્વે પુરૂષા દોડયા અને પાતાના પુણ્યના નાશ કરનારા તેઓ મુનિને દંડાદિવડે પ્રહાર કરવા લાગ્યા. આ અવસરે કાશલિક રાજાની પુત્રી કે જે મુનિની સ્ત્રી થઇ હતી તે ભદ્રાએ મુનિને પ્રહાર કરતા એવા ક્ષત્રિયાદિકને નિવાર્યા અને કહ્યું કે:
“ જે દેવની આજ્ઞાથી ભૂપતિએ અર્પણ કર્યા છતાં મને દેવ મનુષ્યાને પૂજવા ચેાગ્ય જે મહાત્માએ અંગીકાર કરી નહિ, તેજ આ ઉગ્રતપવાળા અને અનુભાવવાળા મહાવ્રતધારી સાધુ છે. માટે હીલના કરવાને અયેાગ્ય એવા તે મુનિરાજની હીલના કરા નહીં. કારણ એમ કરવાથી ભસ્મરૂપ થવાય છે.” ભદ્રાનાં આવાં વચન સાંભળી મહામુનિની વૈયાવચ્ચ કરનારા યક્ષ, તે ક્ષત્રિયાદિને વારવા લાગ્યા. વળી તેણે ધાર રૂપ કરી આકાશમાં ઉભા રહી ક્ષત્રિયાક્રિકને બહુ પ્રહાર કરી રૂધિર વસતા એવા તેને કહ્યું: “ હે ક્ષત્રિએ ! તમે જે આ મુનિરાજની નિંદા કરી છે તે નખવડે કરીને પતિને ખાદ્યા છે, અથવા દાંતવડે કરીને પર્વતને ખા છે અને પગ વડે અગ્નિને પ્રહાર કરી છે. એમ સમજવું. આ મહર્ષિ ઉગ્ર તપ વાળા, સર્પ સમાન લબ્ધિવાળા અને મ્હાટા અતિશયવાળા છે તે મહામુનિને તમે ભિક્ષા આપવાને અવસરે આવી તાડના કરી છે. તે તમારૂં કેમ કલ્યાણુ થશે ?” હે વિપ્રેા ! આ મહામુનિ કાપ પામે તે અગાઉ જો તમે પ્રમાણ વિનાની લક્ષ્મીને અને જીવિતને ઈચ્છતા હેા તા ટ તે મુનિરાજના શરણે જાએ. હે મૂઢા ! ક્રોધ પામેલા તે મુનિરાજ પાતાની તેજલેશ્યાવર્ડ કરીને દુષ્ટ ચિત્તવાળા અને અપરાધી એવા તમને મા હણેા.”
પછી પૃષ્ટ પર્યંત નીચે નમી ગએલા મસ્તકવાળા, ભિન્ન ભિન્ન થઇ ગએલા હાથ પગવાળા, પેાતાનું કાર્ય કરવા અસમર્થ થએલા, ચપળ અને નેત્રવાળા ઉંચા મુખવાળા, મુખથી રૂધિરને વસતા અને નિકળી પડેલી જીભવાળા શિષ્યાદિકને જોઇ અત્યંત ભય પામેલેા, મનરહિત બનેલા અને ખેદયુક્ત ચિત્તવાળા થએલા મુખ્ય અધ્યાપક ( ગાર) પાતાની સ્ત્રી સહિત મુનિરાજને પ્રસન્ન કરતા છતા કહેવા લાગ્યા. “ હું ભદ્રંત ! અમારાથી થએલી આપની હીલના અને નિા આપ ક્ષમા કરી. અજાણ અને ખાળ એવા આ મૂર્ખ જનાએ, વિશ્વને પૂજ્ય એવા આપની જે