________________
(૧૫૬)
શ્રીહમિડલ વૃત્તિ ઉત્તરાદ્ધ, જેવાને પણ અયોગ્ય એ તું કોણ છે અને અહિં કેમ આવ્યો છે? ભૂતના તુલ્ય એ તું અહિંથી દૂર જા, અહિં કેમ ઉભે છે. ” આ વખતે હિંદુક વનમાં રહેનારા તે મુનિના ભક્ત યક્ષે મુનિરાજના શરીરમાં પ્રવેશ કરીને કહ્યું. “ હે દ્વિજો પરિગ્રહાદિથી રહિત, બ્રહ્મચારી અને ભિક્ષુક એ હું, અહિં અવસરે ભિક્ષા માટે આવેલ છું. તમે બીજાઓને બહુ અન્ન આપે છે તથા પોતે ખાઓ છે માટે હવે બાકી રહેલું મને અતિથિને આપે.” સાધુના મુખથી યક્ષે આ પ્રમાણે કહ્યું, એટલે જતિમદથી ઉત્કટ એવા તે અનાર્ય વિપ્રોએ કહ્યું, “ બ્રાહ્મણભેજન માટે આ તૈયાર કરેલું બહુજ ડું છે તે શું અમે તને શુદ્રને આપીએ ? હે ભિક્ષુક ! તું અહીં શા માટે ઉભે છે ? ” યક્ષે કહ્યું. “ ખેડુતે જેવી રીતે ઉંચી ભૂમિમાં ધાન્ય વાવે છે તેવી રીતે ઉગવાના સંશયથી નીચી ભૂમિમાં નથી વાવતા. માટે હે બ્રિજે! હા આવા વચનથી ખેડુ લેકોના સરખા મનવાળા તમે મને ભિક્ષુકને ભેજન આપે. વિદ્વાનેએ સાધુઓને જ પ્રત્યક્ષ દેખાતું પવિત્ર ક્ષેત્ર કહ્યું છે અને માણસો પુણ્યરૂપ ધાન્ય સંપત્તિને અર્થે તેનું આરાધન કરે છે.” ફરી બ્રાહણેએ કહ્યું “હે ભિક્ષુ! અમારાં તે તેજ પવિત્ર ક્ષેત્ર છે, કે જેને વિષે વાવેલું ધન્ય ઉગી નીકળે છે. વેદવિદ્યાનું અધ્યયન કરવામાં કુશળ જે બ્રાહ્મણે છે તેજ અમારાં મનહર ક્ષેત્ર છે બીજા નહીં.” યક્ષે કહ્યું “જેમને વિષે વધ, ક્રોધ, માન, માન, માયાદિ સર્વે દોષ રહેલો છે, તે પવિત્ર ક્ષેત્ર કેમ કહેવાય ?
જેવી રીતે શિલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કામ કરનાર શિલિપક કહેવાય છે તેમજ બ્રહ્મચWવડે કરીને બ્રાહ્મણ કહેવાય છે, આમ શાસ્ત્રમાં કહેલું હોવાથી તમે બ્રહ્મચર્ય ધારણ
ર્યા વિના શ્રેષ્ઠ જાતિ કેમ કહેવાઓ? વલી સારા જ્ઞાનનું ફલ વિરતિ છે તે તે વિતિ વિના વેદવિદ્યા સારી કેમ કહેવાય ? માટે હે વિપ્ર ! કેવલ વેદના ભારને ઉપાડનારા તમે વેદને ભણ્યા છતાં તેના અર્થને જાણતા નથી. ઉંચ નીચ ઘરોને વિષે સાધુઓ ભિક્ષા માટે જાય છે પણ તેઓ એકજ ગૃહસ્થના ઘરથી ક્યારે પણ ભિક્ષા લેતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે –
चरेन्माधुकरी वृत्ति-मपि म्लेच्छकुलादपि ॥
एकान्नं नैव मुंजीत, बृहस्पतिसमादपि ॥ १ ॥ - રધુકર વૃત્તિ કરનારા સાધુએ બૈચરી માટે મ્યુચ્છ કુલમાં જવું પણ એક બૃહસ્પતિ સરખા વિદ્વાન અને પવિત્ર પુરૂષને ત્યાંથી ભજન લેવું નહીં # ૧
શ્રી જિનેશ્વર પ્રભુએ પાંચ મહાવ્રત ઉચ્ચ વ્રત કહ્યાં છે, અને તે વ્રતને સાધુઓ પાળે છે તમે તે અજિતેંદ્રિય છે.”
આ પ્રમાણે યક્ષે યુક્તિયુક્ત વચનથી અધ્યાપકને ક્ષણમાત્રમાં બોલતો બંધ કરી દીધું. તે જોઈ તેના શિષ્ય બહુ ક્રોધ પામ્યા છતાં યક્ષને કહેવા લાગ્યા કે –