________________
(૭૮
आगमोपनिषद् शतात्परतो नीयमानान्यचित्तानि भवन्ति । इत्येवं योजनशतात्परतो नीयमानस्य लवणादेः स्वोत्पत्तिप्रदेशस्थिताहारस्य व्यवच्छेदेऽपि योजनशतं यावज्जीवमानत्वमुक्तम्, एतच्च मुहूर्तमात्र एवायुःप्रमाणे न सङ्गच्छते ।
આદિ શબ્દથી હડતાળ, મણશિલ, પિમ્પિલિકા, ખજૂર, મુદ્રિકા, અભયા - એ પણ મીઠાની જેમ પૂર્વે કહેલ કારણોથી સો યોજનથી દૂર લઇ જવાતા હોય, ત્યારે અચિત્ત થાય છે. આ રીતે સો યોજનથી દૂર લઇ જવાતા મીઠા વગેરેને પોતાના ઉત્પત્તિના પ્રદેશમાં રહેલા આહારનો વ્યવચ્છેદ થવા છતાં પણ સો યોજન સુધી તે જીવે છે, (સચિત્ત રહે છે.) એવું કહ્યું છે. જો તેનું આયુષ્ય એક મુહૂર્ત જ હોય, તો એ વાત સંગત ન થાય.
न हि मुहूर्त्तमात्रेण तद् योजनशतं यावदानीयते, किन्तु कियभिरपि दिवसैरेव । तावन्तं च समयं चेदाहारव्ययवच्छेदेऽपि तेषां जीवानां जीवमानत्वमुक्तम्, तर्हि कथं मुहूर्तमात्रमेवायुरित्येतत्समयानुसारि ?
તે કાંઇ એક મુહૂર્તમાં જ સો યોજન દૂર સુધી નથી લવાતું, પણ કેટલાય દિવસો બાદ જ લાવી શકાય છે. અને જો તેટલા સમય સુધી આહારનો વ્યવચ્છેદ થવા છતાં પણ તે જીવો જીવે છે, એમ કહ્યું છે, તો પણ તેમનું આયુષ્ય એક મુહૂર્ત જ હોય છે, એ વાત શાસ્ત્રાનુસારી શી રીતે થઇ શકે? - न च वाच्यं मुहूर्ते मुहूर्ते व्यतिक्रान्ते सति योनेरखण्डतया