________________
आगमप्रतिपक्षनिराकरणम्
७९ नवीननवीनाः समुत्पद्यन्ते जन्तवः । योजनशतगमने तु योनिभङ्गान्नोत्पद्यन्ते इति ।
એવું પણ ન કહેવું, કે 'એક એક મુહૂર્ત પસાર થતા યોનિ અખંડ (અવિધ્વસ્ત) હોવાથી નવા નવા જીવો ઉત્પન્ન થાય છે. સો યોજન દૂર જતાં તો યોનિનો વિધ્વંસ થવાથી નવા જીવોની ઉત્પત્તિ નથી થતી.'
પૂર્વપક્ષનો આશય એ છે, કે તે જીવોનું આયુષ્ય અંતર્મુહૂર્ત જ હોય છે. પણ તે જીવોની યોનિ અવિધ્વસ્ત હોવાથી તેમાં નવા નવા જીવો ઉત્પન્ન થતાં રહે છે. પણ જ્યારે તે લવણ વગેરે સો યોજન દૂર જાય, ત્યારે યોનિનો વિચ્છેદ થવાને કારણે નવા જીવો ઉત્પન્ન થતા નથી. માટે ત્યારે તે અચિત્ત થાય છે. આ રીતે શાસ્ત્રવચનની સંગતિ થઇ જાય છે.
પણ આવો તર્ક ઉચિત નથી. ઉત્તરપક્ષ એનું કારણ કહે
છે.
एवं सति यस्य यदुत्पत्तिदेशादिकमित्यादिना यः स्वोपष्टम्भकाहारव्यवच्छेदः प्रोक्तः, स न सङ्गच्छते, मुहूर्ते मुहूर्ते समुत्पद्यमानानां जीवानामुत्पत्तिदेशस्याऽनियतत्वात् ।
એવું હોય, તો જેનો જે ઉત્પત્તિ દેશ વગેરે - ઇત્યાદિથી જે પોતાના પોષક આહારનો વ્યવચ્છેદ કહ્યો, તે સંગત ન થાય. કારણ કે પ્રત્યેક મુહુર્ત ઉત્પન્ન થતા જીવોનું ઉત્પત્તિસ્થાન નિયત નથી.
ઉત્તરપક્ષનો આશય એ છે કે મુહૂર્તે મુહૂર્વે જે જીવો