________________
आगमोपनिषद् કર્યો હોય, એવું સંભવે છે. (૨) સ્થાન-પૂર્વચક વગેરે પ્રસિદ્ધ છે. (૩) સ્વરૂપ-દિક્મારિકાઓ મહદ્ધિક દેવી છે. તેથી તેઓ કોઇની દીકરીઓ નથી (૪) નામ-દિઠુમારિકાઓના ભોગંકરા વગેરે નામો પ્રસિદ્ધ છે. (૫) આવશ્યકનિયુક્તિમાં - સંવર્લ્ડ મેદ વગેરે દિમારિકાઓના કાર્યો ૧૮૮ મી ગાથામાં જણાવ્યા છે. તે વિષે પણ અન્ય ગ્રંથમાં વિસંવાદ હશે, જેનો ગ્રંથકારશ્રીએ નિર્દેશ કર્યો છે. પા.
तथा परिणीताया अक्षतायाः पुनरुपसन्धानं विपन्नविरक्तादिभ्य उद्दालिताया विचारणीयम् ।।६।।
તથા વિવાહિત સ્ત્રી અખંડિતકૌમાર્યવાળી હોય અને તેનો પતિ મરી જાય કે વિરક્ત થઇ જાય, વગેરે અવસ્થાવાળા પતિથી છૂટી પડી હોય, ત્યારે તેનું પુનઃ ઉપસંધાન વિચારણીય છે. Iકા.
પતિ મરી જાય કે દીક્ષા/સંન્યાસ લઇ લે, એવા સંયોગોમાં જો પત્ની અખંડિતકૌમાર્યવાળી હોય, તો તે પુનઃ વિવાહ કરી શકે આવા વિધાનને અહીં વિચારણીય કહ્યું છે. કારણ કે વિવાહ થઇ ગયા પછીની વાત તો જવા દો, વિવાહ નક્કી થાય ત્યારથી કન્યા જે પતિને વરી, તે સિવાયના બધા ભાઇ સમાન થઇ ગયા. માટે એ ભવમાં હવે બીજાને પરણવું ન કહ્યું. જ્યારે કૌમાર્ય અખંડ છે, ત્યારે પણ જો આ સ્થિતિ હોય, તો પછીની બાબત તો 'અતિવિચારણીય' છે. કા.
तथा श्रीकेवलज्ञानिनो मनापर्यवज्ञानोत्पत्तिः पञ्चदशमा