________________
आगमप्रतिपक्षनिराकरणम्
सातिक्रमे श्रामण्याद् या प्रोक्ता, सा 'पडिवन्नम्मि चरित्ते चउनाणी' इत्याद्यागमेनानेनापि च विरुद्धा विचार्या ||७||
५
કેવળજ્ઞાનીને ૧૫ મહિના પસાર થયે શ્રામણ્યથી જે મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ કહી છે, તે-ચારિત્રનો સ્વીકાર કર્યો છતે ચતુર્ગાની- ઇત્યાદિ આગમથી અને આના દ્વારા પણ વિરુદ્ધ છે, તેનો વિચાર કરવો જોઇએ. IIઙા
અન્ય ગ્રંથમાં કેવળજ્ઞાનીને ૧૫ મહિનાના ચારિત્ર પર્યાયથી મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે, એવું કહ્યું છે, તે વચન આગમથી બાધિત છે. આવશ્યક ભાષ્ય-૧૧૦ મી ગાથામાં કહ્યું છે तिहिं नाणेहिं समग्गा तित्थयरा जाव हुंति गिहवासे । पडिवण्णंमि चरित्ते चउनाणी जाव छउमत्था. ।।
-
તીર્થંકરો ગૃહવાસમાં ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે. તેઓ ચારિત્રનો સ્વીકાર કરે ત્યારથી માંડીને જ્યાં સુધી છદ્મસ્થ હોય, ત્યાં સુધી ચાર જ્ઞાનના ધારક હોય છે. આ આગમથી કેવળજ્ઞાનીને મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ થાય એ વાતનો બાધ થઇ જાય છે.
તથા 'આનાથી પણ વિરુદ્ધ છે' આવું જે ગ્રંથકારશ્રીએ કહ્યું છે, તેમાં એવો આશય જણાય છે કે તે જે વિસંવાદી વિધાન છે તેનાથી પણ તે વચન વિરુદ્ધ છે અર્થાત્ 'કેવળજ્ઞાનીને' આ પૂર્વ અંશ અને 'મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ' આ પાશ્ચાત્ય અંશ, એ બંને વચ્ચે પણ વિરોધ છે. જે કેવળજ્ઞાની છે,