________________
आगमोपनिषद
१३४
સંભવે છે, તેથી તે પ્રાસુક (અચિત્ત) શી રીતે થઇ શકે?
एवं श्रीशत्रुञ्जयमहातीर्थोभयपार्श्वसमानीतपरिखारूपकृतसागरमाश्रित्यापि वाच्यम् । एवमन्येऽपि बहवो दृष्टान्ता युष्माकमपि प्रतीताः ।
એ રીતે શ્રીશત્રુંજય મહાતીર્થની બંને બાજુએ લાવેલ ખાઇરૂપ કરેલ દરિયાને આશ્રીને પણ સમજવું જોઇએ. આમ અન્ય પણ ઘણા દૃષ્ટાંતો તમને પણ પ્રતીત છે.
अपरं चेत्प्रासुकीकरणाधिकारः स्यादर्हदर्चाविधौ श्राद्धानाम्, तदा श्रीउपाङ्गेषु विजयसूर्याभादिदेवविहितपूजाविधौ किं न प्रोक्तः ? तथा मनुष्येषु श्रीज्ञाताधर्मकथाङ्गादि समादिष्टद्रौपद्यादिकृतार्हत्पूजने किं नोक्तः ?
બીજું, જો પ્રભુપૂજાની વિધિમાં શ્રાવકોએ પ્રાસુકીકરણ કરવાનો અધિકાર હોત, તો શ્રીઉપાંગોમાં (જીવાભિગમ, રાજપ્રશ્નીય વગેરેમાં) વિજય, સૂર્યાભ વગેરે દેવોએ કરેલી પૂજાની વિધિમાં તે કેમ ન કહ્યો ? તથા મનુષ્યોમાં શ્રીશાતાધર્મકથા અંગસૂત્ર વગેરેમાં કહેલ દ્રૌપદી વગેરેએ કરેલા અરિહંતના પૂજનમાં કેમ ન કહ્યો ?
तथा श्रीउमास्वातिवाचक श्रीहरिभद्रसूरि श्रीहेमचन्द्रसूरिप्रभृतिचिरन्तनसूरिविरचितपूजाप्रकरणश्रीयोगशास्त्रादिप्रकरणेषु
किं न निगदितः ?
તથા શ્રીઉમાસ્વાતિ વાચક, શ્રી હરિભદ્રસૂરિ, શ્રીહેમચન્દ્રસૂરિ વગેરે પૂર્વાચાર્યો દ્વારા રચિત પૂજાપ્રકરણ, યોગશાસ્ત્ર વગેરે