________________
१३३
आगमप्रतिपक्षनिराकरणम् પુષ્પમાલા ૪૬૯) આ વચનથી શ્રી અરિંહત પ્રતિમાની પૂજા કરનાર પોપટયુગલને પરલોકમાં શુભગતિરૂપ ફળની પ્રાપ્તિ પણ પ્રાસુકીકરણ રહિત દ્રવ્યસ્તવથી જ થઇ છે. આ રીતે પ્રાસુકીકરણ વિનાના દ્રવ્યસ્તવથી પણ ફળની પ્રાપ્તિના વિષયમાં અનેક દૃષ્ટાન્નો તમારા મતે પણ પ્રસિદ્ધ હોવાથી સિદ્ધ છે.
अन्यच्च प्रासुकीकृति विना द्रव्यस्तवाधिकारश्चेन्न स्यादेव, तदा कथं श्रीसगरचक्रितनूरुहै श्रीअष्टापदतीर्थरक्षार्थं दण्डरत्नेन परिखा व्यधायि तस्याश्च गाङ्गवारिणा समापूरणम् ? यतो दण्डरत्नमधः सहस्रयोजनानि यावेद भूभेदं विदधाति । तत्र च मध्यमायुषामुत्कृष्टायुषां च पृथ्वीकायिकानां सम्भवात्कथं स्यात्तत्प्रासुकीकरणम् ? तथा यानि पानीयानि समानीतानि तान्यपि मनुष्यप्रचाररहितस्थानस्थितया मध्यमोत्कृष्टायुस्तया सम्भाव्यमानानि कथं प्रासुकीभवन्ति ?
અને બીજી વાત, જો પ્રાસુકીકરણ વિના દ્રવ્યસ્તવ કરવાનો અધિકાર ન જ હોય, તો પછી સગરચક્રીના દીકરાઓએ શ્રી અષ્ટાપદ તીર્થની રક્ષા માટે દંડરત્નથી ખાઇ કેમ બનાવી ? અને તેને ગંગાના પાણીથી કેમ ભરી દીધી? કારણ કે દંડરત્ન નીચે હજાર યોજન સુધીની જમીન ખોદે છે, અને ત્યાં મધ્યમ આયુષ્યવાળા અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃથ્વીકાયના જીવો સંભવે છે, માટે ત્યાં પ્રાસુકીકરણ શી રીતે થઇ શકે ?
તથા જે પાણી લાવ્યા, તે પાણી પણ મનુષ્યના પ્રચારથી રહિત સ્થાનમાં રહ્યું હોવાથી મધ્યમ અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળું
૨. 9 - યાત્રિમૂo |