________________
आगमप्रतिपक्षनिराकरणम्
१३५ પ્રકરણોમાં (પ્રાસુકીકરણનો અધિકાર) કેમ કહ્યો નથી ?
यतो धर्मस्य मूलं दया, सा चेदेतदुक्तप्रासुकीकरणेन । सम्भवेत्, तदा श्रीआगमे प्रकरणेषु च यथाक्रमं गणभृद्देवैः पूर्वसूरिभिश्च कथं नोच्यते ? इत्यादि बहु वक्तव्यम् ।
જેથી દયા એ ધર્મનું મૂળ છે, જો એ દયા આણે કહેલ પ્રાસુકીકરણથી સંભવિત હોય, તો શ્રીઆગમમાં અને પ્રકરણોમાં યથાક્રમ ગણધર ભગવંતો અને પૂર્વાચાર્યો કેમ કહેતા નથી? ઇત્યાદિ ઘણું કહેવા જેવું છે.
अन्यच्च प्रासुकीकरणविवर्जितद्रव्यस्तवकारिणां श्राद्धवराणामेकेन्द्रियविराधनया नित्यसूतकित्वं यन्निगद्यते, तदपि भवतामवर्णवादवावदूकत्वमेव पिशुनयति ।
વળી જેઓ પ્રાસુકીકરણ વિના દ્રવ્યસ્તવ કરે છે, તેવા ઉત્તમ શ્રાવકોને એકેન્દ્રિયોની વિરાધનાથી હંમેશા સૂતક લાગે છે, એવું જે કહેવાય છે, તે પણ તમારી નિંદા કરવામાં વાચાળતાને જ સૂચવે છે.
स्वगोत्रे यदा कस्यचिन्नरस्य व्ययः स्यात्, तदा सूतकव्यवहारो जने प्रवर्तते । एकेन्द्रियविराधनेऽपि चेत्सूतकव्यवहारस स्यात्तदैतदुक्तानुयायिनामपि श्रीजिनप्रतिमा-प्रक्षालनादिनिमित्तं कूपभाजनादिभ्यो जलाद्याददतां बिन्दुमात्रनिपातेप्यऽ सङ्ख्येयतमानामौदकादिजीवानां हिंसनान्नित्यसूतकित्वं प्रसज्यमानं कथं निवारयिष्यते युष्माभिः ? तस्माद् यदेकेन्द्रिय विराधने नित्यसूतकित्वं यदुच्यते तदप्यलीकाभ्याख्यानदानमेव