________________
११४
आगमोपनिषद् (ફૂગ ?) ના સમૂહની વિદ્યમાનતા-નિર્દોષતા (ફૂગ થવાનો દોષ ન લાગવો તે) ૧૨૦ વગેરે ઘણું વિચારણીય છે.
तथा वीसंघिसितक्केत्याद्यक्षरैनिद्वयं यावद्दधन इव तक्रस्यापि पूर्वसूरिभिर्निर्दोषत्वेन गृह्यमाणत्वे सति यदष्टमे यामे तक्रेऽनन्तजीवोद्गमः प्रोच्यते । एतस्मिन् तन्निवारणार्थं च मुस्ताचूर्णक्षेपश्च यो विधीयते, एतदुक्तावुभावपि विचारणीयौ।
તથા 'વસંધિસિ તકે' ઇત્યાદિ અક્ષરોથી બે દિવસ સુધી દહીંની જેમ છાશ પણ નિર્દોષ હોવાથી પૂર્વાચાર્યો ગ્રહણ કરે છે. છતાં જે 'આઠમા પ્રહરમાં છાશમાં અનંત જીવો ઉત્પન્ન થાય છે' એવું જે કહેવાય છે, તથા તેના નિવારણ માટે જે છાશમાં મોથનું ચૂર્ણ નાંખવામાં આવે છે, આણે કહેલી આ બંને વસ્તુ વિચારણીય છે.
यतो दिनद्वयं यावत्तके जीवोद्गमासम्भवादष्टमयामे यत्तत्र जीवोत्पत्तिपरिज्ञानम्, तेन अजीवे जीवसन्ना इति श्रीमदागमोदितमजीवे जीवज्ञानलक्षणं मिथ्यादर्शनं समुत्पद्यते ।।१२२ ।।
કારણ કે બે દિવસ સુધી છાશમાં જીવોની ઉત્પત્તિ સંભવિત નથી, માટે જે આઠમે પ્રહરે તેમાં જીવો ઉત્પન્ન થાય છે, એવું માનવું, તેનાથી અજીવમાં જીવસંજ્ઞા એવું આગમમાં કહેલું 'અજીવમાં જીવ માનવારૂપ' મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે.
तथैकवारं तक्रे मुस्ताचूर्णे क्षिप्ते दिनद्वयमानता प्रोच्यते, पुनर्द्वितीयवारं दिनद्वयान्ते तक्रे तत्क्षेपे कृते सति पुनर्दिनद्वैतं शुद्ध्यमानता च तत्रोच्यते ।