________________
७४
दुःषमगण्डिका पुरिससाहणत्थं तमणुगच्छंतेण तस्स मायरं अणुण्णविअ तत्थेव ठिई कया । तओ अवसरे तेण जोगिणा भणिओ नाहडोजत्थ गावीरक्खणाई कुणंतो रत्तदुग्धं कुलिसतरुं पाससि, तत्थ चिण्हं काऊण ममं कहिज्जासि । बालेण तह त्ति पडिवणं । अन्नया दिव्वुज्जोएण तं दट्ठण जाणाविअं जोगिणो । दो वि गया तत्थ । तओ लहुत्तविहाणेण अग्गिं पज्जालिऊण तं रत्तक्खीरं तत्थ पक्खिवित्ता जोगिम्मि पयाहिणं दिते नाहडेणावि पयक्खिणीकओ अग्गी । कहिचि जोगिणो दुट्ठचित्तवित्तिं नाऊण रायपुत्तेण सुमरिओ पंचनमुक्कारो । तप्पभावेण जोगी
પછી તે યોગી સુવર્ણપુરુષને સાધવા માટે તેની પાછળ પાછળ ગયો. તેની માતાને મનાવીને ત્યાં જ રહ્યો. પછી અવસરે તે યોગીએ નાહડને કહ્યું, “તું ગાયોનું રક્ષણ કરતા જ્યાં લાલ દૂધવાળા કુલિસવૃક્ષને જુએ, ત્યાં નિશાની કરીને મને કહેજે.” તે બાળકે, “ભલે' - એમ કહીને સ્વીકાર્યું. અન્ય કાળે ભવિતવ્યતાના યોગથી તેને જોઈને જણાવ્યું. યોગી અને તે બને ત્યાં ગયાં. પછી લઘુત્વવિધાનથી અગ્નિ પ્રગટાવીને તે લાલ દૂધને તેમાં નાખીને યોગી પ્રદક્ષિણા દેવા લાગ્યો. ત્યારે નાહડે પણ અગ્નિને પ્રદક્ષિણા આપી. ક્યાંક યોગીનો ખરાબ ભાવ જાણીને રાજપુત્રે (નાહડે) પંચનમસ્કારનું સ્મરણ કર્યું.