________________
૭૫
दुःषमोपनिषद् अप्पहवंतो उक्खिविअ जलणे खित्तो नाहडेण, जाओ सुवण्णपुरिसो।
तओ चिंतिअं तेण - अहो मंतस्स माहप्पं ! कहं नु तेसिं गुरूणं एयस्स दायगाणं पच्चुवयरिस्सामि त्ति आगंतुं पणया गुरुणो, सव्वं च तं सरूवं विण्णत्तं । किंच आइसह त्ति भणियं । गुरुवयणाओ उत्तुंगाइं चउवीसं चेइयाइं कारिआइ। कमेण पत्तो पउरं रज्जसिर । सेन्नसंभारेण गंतुं गहिअं पेइयं સટ્ટા ..
તેના પ્રભાવે યોગી તેના પર કાબુ મેળવી શકતો ન હતો. નાહડે યોગીને ઉપાડીને અગ્નિમાં ફેંકી દીધો. તે સુવર્ણપુરુષ થઈ ગયો.
પછી તેણે વિચાર્યું, “અહો મંત્રનું માહાત્ય ! આ મંત્રના દાતા ગુરુજીના ઉપકારનો બદલો હું શી રીતે વાળીશ ?' એમ વિચારી ગુરુ પાસે આવીને તેણે તેમને પ્રણામ કર્યા. અને બધું તે વૃત્તાંતનું સ્વરૂપ કહ્યું. “કાંઈક આદેશ કરો” એમ કહ્યું. તેણે ગુરુવચનથી ચોવીશ મોટા જિનાલયો કરાવ્યા. ક્રમશઃ તે પ્રચુર રાજયસમૃદ્ધિ પામ્યો. મોટા સૈન્ય સાથે જઈને તેણે પિતાનું સ્થાન (રાજ્ય) મેળવ્યું.