________________
दुःषमगण्डिका उक्तार्थम् । श्रीस्थूलभद्रस्वामिन आर्यमहागिरि - आर्यसुहस्तिनामानौ द्वौ शिष्यावभूताम् । तत्रार्यसुहस्तिगुरोः पार्श्वे स्वीकृतसम्यक्त्वमूलव्रतविसरः श्रीअशोकनृपपौत्रः सम्राट सम्प्रतिः सपादलक्षजिनालय-सपादकोटिजिनबिम्ब - षट्त्रिंशत्सहस्रजीर्णोद्धार-पञ्चनवतिसहस्रधातुमयप्रतिमा विहितवान् । अनेकसत्रशालादिधर्मकृत्यान्यपि चकार । अनार्यदेशा अपि यथा साधुविहारयोग्याः स्युस्तथा कृतवान् । आर्यसुहस्तिसूरिपट्टे श्रीसुस्थितसुप्रतिबद्धौ, तत्पट्टे आर्यइन्द्रदिन्नसूरिः, तत्पट्टे
આ ગાથાઓનો અર્થ પૂર્વે કહ્યો છે. શ્રીસ્થૂલભદ્રસ્વામિના આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ નામના બે શિષ્યો થયા. તેમાં આર્ય સુહસ્તિગુરુ પાસે સમ્યકત્વમૂલક વ્રતોને સ્વીકારનાર શ્રી અશોકરાજાપૌત્ર સમ્રાટ સંપ્રતિએ સવા લાખ જિનાલયો, સવા કરોડ જિનપ્રતિમાઓ, છત્રીસ હજાર જીર્ણોદ્ધારો અને પંચાણુ હજાર ધાતુની પ્રતિમાઓ કરાવી. અનેક દાનશાળાઓ વગેરે ધર્મકાર્યો પણ કર્યા. તેમણે એવું કર્યું કે જેથી અનાર્યદેશો પણ સાધુના વિહારને યોગ્ય થયા.
આર્યસુહસ્તિસૂરિની પાટે શ્રીસુસ્થિત સુપ્રતિબદ્ધસૂરિ આવ્યાં. તેમની પાટે આર્ય ઈંદ્રદિન્નસૂરિ આવ્યા, તેમની