________________
दुःषमोपनिषद् तत्र स्खलितमलिनादिभिरतिचारैनिमाश्रित्यात्मानमसारं कुर्वन् ज्ञानपुलाकः, एवं कुदृष्टिसंस्तवादिभिर्दर्शनपुलाकः, मूलोत्तरगुणप्रतिषेधनया चारित्रविराधकश्चरणपुलाकः, यथोक्तलिङ्गाधिकग्रहणान्निष्कारणान्यलिङ्गकरणाद्वा लिङ्गपुलाकः, किञ्चित्प्रमादादकल्प्यग्रहणाद्वा यथासूक्ष्मः पुलाकः, यद्वोक्तचतुष्टये यस्स्तोकं स्तोकं स्तोकं विराधयति स यथासूक्ष्मः पुलाकः । तथा च पारमर्षम् - पुलाए पंचविहे पण्णत्ते । तं जहा - णाणपुलाए दंसणपुलाए चरित्तपुलाए, लिंगपुलाए, अहासुहुमपुलाए नाम पंचमे - इति (स्थानाङ्गे ५-३) ।
યથાસૂક્ષ્મપુલાક.
તેમાં (૧) જે અલના. માલિન્ય વગેરે અતિચારોથી જ્ઞાનને આશ્રીને પોતાને અસાર કરે છે, તે જ્ઞાનપુલાક, (૨) એ રીતે મિથ્યાષ્ટિનો પરિચય વગેરેથી દર્શનપુલાક, (૩) મૂળ-ઉત્તરગુણોથી વિરુદ્ધ આચરણ કરવાથી ચારિત્રની વિરાધના કરનાર ચરણપુલાક, (૪) ભગવાને કહેલ વેષથી અધિક ઉપકરણનું ગ્રહણ કરવાથી અથવા તો નિષ્કારણ અન્ય વેષ કરવાથી લિંગપુલાક, (૫) કંઈક પ્રમાદથી કે અકથ્ય ગ્રહણ કરવાથી યથાસૂક્ષ્મપુલાક, અથવા તો ઉપરોક્ત ચારમાં (જ્ઞાનાદિમાં) જે થોડી થોડી વિરાધના કરે છે, તે યથાસૂક્ષ્મ પુલાક. તેવું પરમર્ષિનું વચન પણ છે... (ઉપરોક્તાનુસાર સમજવું.)