________________
१६७
सत्त
दुःषमोपनिषद् નામની સાધ્વીને ગ્રહણ કરી હતી. વીર નિર્વાણથી ચારસો ને સીતેર વર્ષે વિક્રમ રાજા થયા. (૨૭૩) पंचेव य वरिससए, सिद्धसेणदिवायरो पयडो । सत्तसय वीस अहिए, कालिकगुरु सक्कसंथुणिओ ॥२७४॥
અર્થ: વીરનિર્વાણથી પાંચસો વર્ષે સિદ્ધસેન દિવાકર સૂરિ થયા, અને કાંઈક અધિક સાતસો ને વશ વર્ષે ત્રીજા કાલિકાચાર્ય થયા, તેમણે શક્રેન્દ્રના પૂછવાથી નિગોદનું યથાર્થ સ્વરૂપ કહ્યું હતું તેથી શક્રેન્દ્ર તેમની
સ્તુતિ કરી હતી. (૨૭૪) नवसय तेणुएहिं, समइक्तेहिं वद्धमाणाओ । पज्जूसणा चउत्ती, कालिगसूरिहि ता ठविया ॥२७५॥
અર્થ: વર્ધમાનસ્વામીના નિર્વાણથી નવસો ને ત્રાણું વર્ષ વ્યતીત થયા ત્યારે ચોથા કાલિકસૂરિએ પાંચમને બદલે ચોથને દિવસે પર્યુષણા (સંવચ્છરી) સ્થાપન કરી.
(૨૭૫)
जीयं काऊण पुण, तुरमणि दत्तस्स कालियज्जेणं । अवि य सरीरं चत्तं, न य भणियमहम्मसंजुत्तं ॥२७६॥
અર્થ : ભાણેજને બોધ કરવો તે જીત-આચાર છે