________________
१६६
दुःषमगण्डिका અર્થ : શ્રી મહાવીર જિનેન્દ્ર મોક્ષ પામ્યા પછી કાંઈક અધિક એકસો ને સીતેર વર્ષ ગયા ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામીને સમયે તેમની પછી) ચાર પૂર્વનો વિચ્છેદ થયો. (૨૭૧) (શ્રી સ્થૂલભદ્રને તે ચાર પૂર્વ માત્ર મૂળથી ભણાવ્યા હતા, અર્થથી નહીં.)
ચાર કાળિકાચાર્યનો સમય વગેરે सिरिवीराऊ गएसु, पणतीसहिए तिसयवरिसेसु । पढमो कालगसूरि, जाओ सामुज्जनामु त्ति ॥२७२॥
અર્થ : શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી કાંઈક અધિક ત્રણસો ને પાંત્રીસ વર્ષ ગયા ત્યારે પહેલા કાલિકાચાર્ય નામના સૂરિ થયા. તેનું બીજું નામ શ્યામાચાર્ય હતું. (૨૭૨) चउसयतिपन्नवरिसे, कालिगगुरुणा सरस्सती गहिया । चिहुसयसत्तरिवरिसे, वीराऊ विक्कमो जाओ ॥२७३॥
અર્થ : વીરના નિર્વાણથી ચારસો ને તેપન વર્ષે બીજા કાલિકાચાર્ય થયા, તેણે મ્લેચ્છ રાજાને લાવી ગર્દભિલ્લ રાજાને હણીને પોતાની ભાણેજ સરસ્વતી