________________
९८
दुःषमगण्डिका कालगज्जो । पवितुहिं य भणियं, भद्दवयसुदपंचमीए पज्जोसविज्जति । समणसंघेण य पडिवन्नं । ताहे रन्ना भणियं, तद्दिवसं मम लोगाणुवित्तीए इंदो (इंदमहो) अणुजाणेयव्वो होहिति । साहू चेइए ण पज्जुवासेस्सं, तो छट्ठीए पज्जोसवणा किज्जउ । आयरिएण भणियं - ण वट्टइ अइक्कमेउं । ताहे रन्ना भणियं - तो अणागयाए चउत्थीए पज्जोसविज्जउ । आयारिएण भणियं - एवं भवउ । ताहे चउत्थीए पज्जोसवितं । एवं जुगप्पहाणेहिं कारणिआ चउत्थी पवत्तिआ, सा चेव अणुमया सव्वसाहूणं - इति (निशीथचूर्णौ ॥
વૈભવપૂર્વક પ્રવેશ થયો. પ્રવેશ બાદ તેમણે કહ્યું, “ભાદરવા સુદ પાંચમે પર્યુષણા કરાય છે.” શ્રમણસંઘે સ્વીકાર્યું. ત્યારે રાજાએ કહ્યું, “તે દિવસે મારે લોકોને અનુસરીને ઈન્દ્રમહોત્સવ ઉજવવાનો થશે. તેથી હું સારી રીતે ચૈત્યોની ઉપાસના નહીં કરી શકું. માટે છઠ્ઠના દિવસે પર્યુષણા કરો.” આચાર્યે કહ્યું – “પાંચમને ઓળંગાય નહીં.” તો રાજાએ કહ્યું, “તો પછી અનાગત ચોથે પર્યુષણા કરો.” આચાર્યે કહ્યું “ભલે એમ થાઓ.” ત્યારે ચોથે પર્યુષણા કરી. આ રીતે યુગપ્રધાનશ્રીએ કારણને લીધે ચોથની પ્રવર્તન કરી. તે જ સર્વ સાધુઓને અનુમત છે. (નિશીથચૂર્ણિ ઉદ્દેશ-૧૦)