________________
१०८
सिद्धप्राभृत : सटीकः
(અનુ.) અવસર્પિણીકાળમાં અતિદુઃષમા આરામાં સર્વજઘન્ય સિદ્ધો થાય ૧, તેનાથી દુઃષમા આરામાં સંખ્યાત ગુણા સિદ્ધ ૨, તેનાથી સુષમદુષમામાં અસંખ્યગુણ સિદ્ધ થાય છે ૩, કારણ કે ત્યારે એક કોડાકોડી સાગરોપમ બેંતાલીશ હજાર વર્ષ જૂન જેટલો અસંખ્યકાળ છે, એટલે સિદ્ધોની સંખ્યા પણ તે રીતે છે. તેનાથી સુષમા આરામાં વિશેષાધિક સિદ્ધ ૪, તેનાથી સુષમ-સુષમામાં વિશેષાધિક ૫, તેનાથી દુઃષમસુષમામાં સંખ્યગુણ સિદ્ધ થાય છે. તે ૮૯ II હવે ઉત્સર્પિણીને આશ્રયીને કહે છે, ઉત્સર્પિણીમાં અતિદુઃષમા આરામાં સર્વ જઘન્ય સિદ્ધ ૧, દુઃષમા કાળમાં સંખ્યગુણ ૨, સુષમ દુઃષમામાં અસંખ્યગુણ સિદ્ધ ૩, સુષમામાં વિશેષાધિક, સુષમ સુષમામાં વિશેષાધિક તથા દુઃષમ-સુષમામાં સંખ્યાતગુણ સિદ્ધ થાય છે. જે ૯૦ | આ પ્રત્યેક કાળની વાત થઈ અત્યારે બંનેનો એક જ દંડક કહે છે – બંનેના અતિદુઃષમા કાળમાં સર્વજઘન્ય સિદ્ધ થાય છે. ૧, તેનાથી ઉત્સર્પિણીના દુઃષમ આરામાં વિશેષાધિક ૨, તેનાથી અવસર્પિણીના દુઃષમ આરામાં સંખ્યગુણ ૩, તેનાથી બંનેના સુષમદુઃષમા આરામાં અસંખ્યય ગુણ જ, તેનાથી બંનેના સુષમામાં વિશેષાધિક ૫, તેનાથી બંનેના એકાંત સુષમામાં વિશેષાધિક ૬, તેનાથી ઉત્સર્પિણીના ત્રીજા અને અવસર્પિણીના ચોથા આરામાં સંખ્ય ગુણા ૭, આવું કેમ કહ્યું? દ્ધિ આવૃત્તિ માટે, એટલે જ સંખ્યા અનુસાર તેમાથી ઉત્સર્પિણીમાં સર્વસિદ્ધો સંખ્યગુણ ૮, તેનાથી અવસર્પિણી સિદ્ધો વિશેષાધિક છે. તે ૯૧ . તત્કાલ સમાપ્ત. // હવે, તદકાળ જણાવે છે.
તદકાલ સિદ્ધ (मू०) अइदूसमाएँ थोवा, सविसेस असंख तिणि सविसेसा ।
तदकाले ओसप्पिणि-सिद्धाणऽप्पाबडं एयं ॥ ९२ ॥ (૦) ગતિષમાં તો , વિશેષા સંસ્થા વિશેષા
तदकालेऽवसर्पिणीसिद्धानामल्पबहुत्वमेतद् ॥ ९२ ॥