________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जयभट ३ जानां ताम्रपत्रो
ભાષાન્તર તેને પુત્ર, મહાસામન્તને અધિપતિ જે (તેના શત્રુઓના) ગજેના ભેદેલા કુમ્ભમાંથી વરસતાં મૌક્તિકથી છવાઈ ગયો છે ... ... જેના ઉંચો કરેલે જમણે કર યુદ્ધમાં કંપે છે ... ... ... જે ખીલેલા ઘણું દશ હજાર ... ... ના કમળ સરોવર સમાન છે. જે સકલ કલા સંપન્ન પૂર્ણ ઈન્દુ સમાન છે પણ કલંકથી મુક્ત છે–વિપક્ષ ભૂભૂતને રક્ષણ આપી, વિપક્ષ ભૂભૂત(પાંખ વિનાના પર્વતો)ને રક્ષનાર સાગર સમાન-સુદર્શન ચક્રમાં મૂકેલા સૈન્યથી પિતાના શત્રુઓને નાશ કરે છે તેથી યુદ્ધના સુદર્શન ચકથી શત્રુઓનો નાશ કરનાર કૃષ્ણ સમાન પણ કૃષ્ણસ્વભાવથી મુક્ત-ભૂતિનિચયથી ( અલંકારના મહાન સમૂહથી) છવાઈ ભૂતિનિચય( ભસ્મના મહાન સમૂહ )થી છવાએલા શિવ સમાન ... ... ... જેના અંગને પ્રતાપ વૃદ્ધિ પામે છે ત્યારે અ૫ કરથી અંજલી પ્રજાને પોતાની પૂજા કરતી બનાવે છે તેથી વૃદ્ધિ પામતા અ૫ કર(મૃદુ કિરણ)થી જ પાસે નમન કરાવતા નવ ઈન્દુ સમાન .. . અને જેણે અસિધારા વડે વલભીનાથની ઉત્સુકતા શાંત કરી હતી--જે અખિલ જગતના મહાન પંડિતેના અભિલાષને અનલ શાન્ત કરી અને ( અભિલાષનાં ફળ તેમને) આપી દેવાની અંગનાઓના સમરત મંડળથી ગીતમાં સ્તુતિ પામે છે—જેના ચરણ કમળ અનેક નૃપના મુગટના મણિના કિરણોથી રક્ત થયા છે—અને જેણે પંચમહા શબ્દ પ્રાપ્ત કર્યા છે, તે શ્રી જયભટ્ટ ... . . . . . . . હતે.
તે કુશળ સ્થિતિમાં હતો ત્યારે સમસ્ત નૃપ, સામન્ત, ભેગક, વિષયપતિ, રાષ્ટ્ર, ગામ, મહત્તર આધિકારિક આદિને આ શાસને જાહેર કરે છે –
તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા, આલોક તેમજ પરલોકમાં પુણ્યયશની વૃદ્ધિ માટે કેમજજુ ગામમાં સ્થાપેલા શ્રી આશ્રમદેવને, ગન્ધ, ધૂપ, પુષ્પ, દીપ, નિત્ય સંગીતસેવા, મંદિર સ્વચ્છ કરાવવા, ખંડિત, ફાટ પડેલા અને પડી ગએલા ભાગના સમારકામના ખર્ચ માટે, શ્રી ભરૂકચ્છ વિષયમાં કેમજજુ ગામમાં નેત્રત્ય સીમામાં ૫૦(પચાસ) નિવર્તનના માપને ભૂમિખંડ જેની સીમા–પૂર્વ છીરક૭ ગામજ માર્ગ, દક્ષિણે જબ્બા ગામની સીમા; પશ્ચિમે જશ્માથી ગેલિઅવલિ ગામ જતો માગઃ ઉત્તરે સીગ્રામ જતા માર્ગ અને વવૃક્ષની સમીપમાં વાપી; આ ચાર સીમાથી અંકિત ક્ષેત્ર, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, .. » સહિત, લીલી અને (સુકી) શુષ્ક ઉત્પન્ન સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, દશઅપરાધના દંડના હક સહિત, ઉદ્ભવતી વેઠના હક સહિત, સૈનિકના પ્રવેશ મુક્ત, રાજ પુરૂષના હસ્તપ્રક્ષેપણુ મુકત, પૂર્વે દે અને બ્રાહ્મણોને કરેલાં દાન વર્જ કરી, ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, સરિતાઓ અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી, અષાડ શુદિ ૧૦ ને કકર્કટક રાશિમાં રવિએ ગમન કર્યું તે શુભ દિને ( દાનને અનુમતિ માટે) પાણીના અં ઘંથી મેં આપ્યું છે.
આથી જ્યારે આ તપોવન આચારની સ્થિતિ અનુસાર ઉચિત રીતે તેને ઉપભોગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા તે સંબંધી આદેશ કરે ત્યારે કેઈએ પણ નિષેધ કરે નહિ.
અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર કૃપાએ આ અમારા દાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. અને જે અજ્ઞાનના તિમિર પટલથી આવૃત થએલા ચિત્તથી તે જપ્ત કરશે અથવા જપ્ત થવા દેશે તે પંચમહાપાપ અને અ૫ પાપને દોષી થશે. અને ભગવાન વેદવ્યાસે નીચે પ્રમાણે કહ્યું છે –
ભૂમિદાન દેનાર ૬૦ હજાર વરસ રવર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમ અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. ”
For Private And Personal Use Only