________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख પાસે પ માં એક જ કો તથા જમીનમાં ખાડે, જે એક હાના તળ.વન અવશેષ જે જણાય છે તે છે. ગામની પશ્ચિમે સીગાળ અથવા શીગામ, દાનપત્રનું સીગ્રામ છે; નૈરૂત્ય દિશામાં જામડિ ગામ જે સામડી પણ કહેવાય છે તે જાને મળતું આવે છે, અને ઉત્તરે ગેલેલનાં ખંડેર (ટ્રોનોમેટિકલ નકશામાં ભૂલમાં ગલેલ કહ્યું છે ) છે–તે આપણુ દાનપત્રમાં ગેલિઆવલિ કહ્યું છે. છીરકહે મળી શકતું નથી. તેને માટે કહેલી જગ્યામાં સલેપુર સગરી છે. દાનપત્રમાં કહેલા જૂના રસ્તાઓ, અગર તેને બદલે કરેલા બીજ (કારતુ દરેક ચોમાસામાં તે તદ્દન ધોવાઈ જાય છે ) હજી મેજુદ છે, અને શાસનમાં મંદિરને દાનમાં આપેલાં ક્ષેત્રની સીમા શેાધવી મુશ્કેલ નથી. ગલેલ જે છેઃડી લોકો દેગામ વસ્યા છે તેમાં અને કાવી, રૂદ અને બીજાં ચાર ગામોમાં ખાસ વિશેષ પ્રકારની બાંઘણીની ઈટની વાવના અવ. શેષ છે. આ ઈમારત જેની વિશેષ નિશાનીઓ આગળની બેવડી ભીંતે અને તેના ઉપર લડતા સિહો, હાથીએ, મયૂરે વિગેરેની ચૂનાની આકૃતિઓ છે, તે ગામડાંઓની પૂર્વની મહત્તા સાબીત કરે છે. લોકો કહે છે કે તે રાજા મૂંજ અથવા મુંજે બંધાવી છે. આખો પ્રદેશ પ્રાચીન મંદિરે, લિફે, અને મૂર્તિઓથી ભરેલો છે, અને હું ધારું છે કે આપણુ આર્કેઓલેજીકલ સર્વેયરને તે પ્રદેશમાં મુલાકાતને બદલે જરૂર મળશે.
જયભટનાં દાનપત્ર ઉપરથી એ પણ જણાય છે કે, મહી સુધીને આખો કાંઠાને પ્રદેશ ગુર્જર રાજાઓના તાબામાં હતું, અને જેવી રીતે દક્ષિણ અંકલેશ્વર અગર અધર વિષયમાં અંકલેશ્વર તાલુકા અને પિટા મહલ હસેટ ( હંસપટ્ટક ) આ ન જતા હતા, તેવી રીતે ભરૂક વિષયમાં ભરૂચ, વાગ્રા, આમેદ, અને જંબુસર તાલુકાના બનેલા ભરૂચ જીલ્લાના ઉત્તરારકને વાગે આવી જતા હતા.
For Private And Personal Use Only