________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૧૮ જયભટ ૩ જાનાં તામ્રપત્રો
રે. સં. ૪૮૬ આષાઢ સુ. ૧૦ છેડા મહીનાઓ પહેલાં ભરૂચના ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેકટર રાવસાહેબ ગોપાલજી છે. દેસાઈએ બે તામ્રપત્રેની છાપ મને મોકલી હતી. આ પતરાં એમને કાવીના પ્રાચીન શહેરમાંથી સરકારી કામે ગયા હતા ત્યારે થોડા વખત માટે મળ્યાં હતાં. કાવી શહેર મહી નદીની દક્ષિણે થડા માઈલ ઉપર ખંભાતના અખાતની નજીક આવેલું છે.
આ પતરાંઓને ઈતિહાસ નીચે મુજબ કહેવાય છે – કાવીમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળના એક મકાનને જોડેલી એક પાણીની ટાંકી પાચ અગર છ વર્ષ પહેલાં સાફ કરી હતી. તેના કચરામાંથી તળીએ પહેલાં સાત લખેલાં તામ્રપત્ર મળી આવ્યાં હતાં. કપિલની જ્ઞાતિએ આ પિતાના કબજામાં લઈ લીધાં હતાં.
જયભટના દાનવાળા પતરામાં તેને છેવટને અર્ધો ભાગ આપ્યો છે. મૂળ તે પતરૂ ૧૦ ઉંચ ઉંચાઈ અને ૧૩ ઇંચ પહોળાઈ વાળું હતું. પણ તેની ડાબી અને જમણી બાજુએથી મેટા ટુકડાઓ ભાંગી ગયા હોવાથી બાજુઓ અર્ધ ગળાકારની થઈ ગઈ છે. સુભાગ્યે ભાંગી ગએલા ભાગોમાં દાતાના પ્રશંસાયુક્ત વિશેષણે, તથા દાન આપનારને આશીવાર્દ અને લઈ લેનારને શાપના મહાભારતના પ્રખ્યાત કે હોવાથી મેટું નુકશાન થયું નથી. પરંતુ તારીખ, લેખકનું નામ તથા દાતાની સહિ એ બગડી ગયાં છે, એ શેચનીય છે. પતરાંમાં ઘણી ખાંચે પડેલી હોવાથી તે બેદરકારીને ભેગ થયાં હોય એમ લાગે છે. ૨૦ મી અને ૨૨ મી પંક્તિઓના કેટ. લાક અક્ષરો એટલા બધા દાબીને કર્યા છે કે તે પતરાંની બીજી બાજુએ ઉઠયા છે. પાછળની બાજુએ થોડાક અસ્પષ્ટ અક્ષરની થોડી પંક્તિઓ જણાય છે, તે ઉપરથી એમ લાગે છે કે કોતરનારે કદાચ એ બાજુએ પાનું કામ શરૂ કર્યું હતું, પણ પછી તે પ્રયાસ છેડી દીધું હતું. પતરાંને કાટ લાગ્યું નથી.
અક્ષરો છેવટના વલભી રાજાઓ, એટલે ધરસેન ૪ થાનાં દાનપત્રો અને પ્રેફેસર ડસન અને ભાંડારકરે પ્રસિદ્ધ કરેલાં ગુર્જરનાં પતરાંઓની લિપિ સાથે મળતા આવે છે. - જયભટનું દાનપત્ર ભગ્નાવસ્થામાં હોવા છતાં પણ અત્યાર સુધીમાં મળી આવેલા લેખોમાં સૌથી વધારે મહત્વનું છે. કારણ કે, ગુર્જર વંશના આપણું જાણવામાં આવેલા બીજા રાજા વિષે સપ્રમાણુ હકીકત આપવા ઉપરાંત તે ગુર્જર રાજ્યને ઈતિહાસ વલભીના ઈતિહાસ સાથે જોડે છે. તેમાં ભૂગોળની જાણવાજોગ હકીકત આપી છે. તે વિક્રમાદિત્યના સંવત્ વિષેના કેટલાક તકે જે હાલના કેટલાક પ્રખ્યાત પુરાતન વસ્તુવિદ્યાના પ્રવીણે પણ કબૂલ કરે છે, તેને અસત્ય ડરાવે છે, અને હિંદુસ્તાનના મૂળાક્ષરોના ઇતિહાસમાં તે ઉપયોગી ફાળો આપે છે.
પહેલા મુદ્દાની બાબતમાં હું ધારું છું કે ઈ. સ. ની પાંચમી સદીમાં ભરૂચ ઉપર રાજ્ય કરતા ગુર્જર વંશમાં જયભટ થયે હતું, એ વિષે શંકા નથી.
જયભટના લેખોની ભૌગોલિક હકીકતે તેના કાલક્રમની હકીકત જેટલી જ જાણવા લાયક છે. પ્રોફેસર ભાંડારકરના દાનપત્રની જેમ આમાં બતાવેલાં લગભગ બધાં ગામડાં ઓળખાવી શકાય તેમ છે. કેમજજુ ગામ હાલનું કિમેજ અથવા કીમજ છે. કીમજથી સીધું પશ્ચિમ દિશામાં પાંચસે છસો વાર દૂર આસમેશ્વર, આપણાં દાનપત્રના આશ્રમદેવનું મંદિર છે. હાલનું મંદિર ડાં વર્ષો પૂર્વે બંધાવેલું ઈંટનું ન્હાનું મકાન છે, પણ તેમાં એક પ્રાચીન લિફ છે, અને તેની
For Private And Personal Use Only