________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપગ માટે, આજે ચંદ્રગ્રહણના સમયે.-- માઘ, શુદી ૧૫ ને દિને બ્રાદાય તરીકે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અતિથિ, પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે ગિરિનગર શહેરથી આવતા, ચતુર્વેદિ મધ્યેના, શ્રાવાયનસ ગેત્રના, વાજસનેય માધ્યન્ટિ સબ્રહ્મચારી, બ્રાહ્મણ દત્તના પુત્ર, અમારાથી કલુમ્બર નામથી બોલાવાતા, બ્રાહ્મણ દેવસ્વામિને પાણીના અર્ધ્વ સાથે આપ્યું છે.
(પં. ૩૧ ) આથી તે બ્રહ્મદાયના નિયમ અનુસાર તેને ઉપભોગ કરે, ખેતી, કરે, અથવા ખેતી કરાવે, કોઈને સેપે ત્યારે કોઈ એ પ્રતિબંધ કર નહિ. આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપએ અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ. જે અજ્ઞાનના તિમિરથી આવૃત થએલા ચિત્તવાળે આ દાન જપ્ત કરશે અથવા જતિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપ અને અન્ય ન્હાનાં પાપને દેશી થશે. " (પં. ૩૪) અને વેદ વ્યાસે કહ્યું છે કે –ભૂમિ દાન દેનાર ૬ હજાર વર્ષ સ્વર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વ નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે વિધ્યાદ્રિના નિર્જલ વનમાં, વૃના શુષ્ક પિલા (કેટર )માં વસતા કાળા સપને જન્મ લે છે. સગરથી માંડીને બહુ ભૂપોએ ભૂમિને ઉપભોગ કર્યો છે. જે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે આ હમણું કરેલા દાનનું ફળ મળશે. સુવર્ણ અગ્નિનું પ્રથમ ( પહેલું) બાળ છે, પૃથ્વી વિષ્ણુની છે; ગાયો સૂર્યની પુત્રીઓ છે, જે સુવર્ણ ગાય, અને ભૂમિનું દાન કરે છે તે અખિલ ત્રણ ભુવન આપે છે. ધર્મ, અર્થ અને યશના ફળવાળાં પૂર્વેના નૃપોએ કરેલાં દાન, ઉપભોગ કરેલી માલા જેવાં છે. કયે સુજન તે પુનઃ પાછાં લઈ લેશે ? પ્રોમાં શ્રેષ્ઠ ! એ યુધિષ્ઠિર તારાથી કે અન્યથી અપાયેલી ભૂમિનું સંભાળ પૂર્વક રક્ષણું કર; દાનનું રક્ષણ દાન આપવા કરતાં વધારે સારું છે !
(૫. ૪૧ )ગિકના પુત્ર મહાસેનાપતિ કેશવથી સંવત ૪પ૬ ના માઘ શુ, ૧૫ ને દિને લખાયું. દ્વા–સેના અધિકારી બાપુલ છે. સંવત ૪૦૦ અને ૫૦ અને ૬ માં માઘ શુદિ ૧૦ અને ૫ ને સોમવારે તૈયાર કરવામાં આવ્યું તે આ મારા અર્થાત્ શ્રી જયટના સ્વહસ્તે છે.
For Private And Personal Use Only