________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गजा जयभट २ जानां ताम्रपत्रो
ભાષાન્તર સ્વસ્તિ ! કાયાવતાર નિવાસરથાનથી:( પં. ૧ ગુલામીનું અહર્નિશ નિવાસસ્થાન, તૃષ્ણનો સંતાપ હરનાર (શમાવનાર , દીન અને અનાથને સહાય આપી મહિમામાં વૃદ્ધિ કરનાર, બ્રાહ્મણુકુલોથી ઉપગ થતી લક્ષ્મીસંપન્ન, મહાન કર્ણ નૃપના મહાન અન્વયમાં, કમલ મંડળમાં હંસ સમાન શ્રી દદ્ર હતું. તેનું પવિત્ર મન કલિયુગની અસર વિનાનું હતું અને તે પિતાનાં ઉમદા ડહાપણુભય કૃત્યોથી સર્વ નૃપને આશ્ચર્ય પમાડે. તેના પર પરમેશ્વર શ્રી હર્ષદેવથી પરાજય પામેલા વલભીનાથના રક્ષણુ થી પ્રાપ્ત કરેલા વેત વાદળ જેવા ઝઝુમતા યશનું છત્ર હતું.
(પં. ૫) તેને પુત્ર, જેનું માનસિક સુખ તેની લક્ષ્મીના સંચયને ઉપગ તેની પાસે ભય વગર આવનાર પ્રયિજનો કરતા તેમ વૃદ્ધિ પામતું, જેના પ્રતાપને અગ્નિ અનેક શત્રુ વંશને ભસ્મ કરવાની શક્તિવાળે હતો, અને જેણે દિગ્વધૂનાં વદન કમળ, તેની તીક્ષણ અસિધારાથી ભૂદેલાં ગજોનાં કમળોમાંથી નીકળતા મુકતાફળ રૂપે ચળકતા વેત યશના વસ્ત્રથી ઠોકી દીધાં હતાં તે શ્રી જયભટ હતે.
(૫. ૭) તેને પુત્ર, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહામુનિનાં રચેલાં શાસ્ત્રમાં, સ્વધર્મ અનુષ્ઠાન અને વિવેકમાં નિપુણ વર્ણ અને આશ્રમની સુવ્યવસ્થાથી કલિયુગની આ નષ્ટ કરનાર, અન્ય ભૂપને દાનને મદ પ્રગયિઓની અભિલાષ પૂર્ણ કરવામાં વપરાતી લમી મેળવી નષ્ટ કરનાર, પિતાનું પ્રબળ હાથી પર આરેડન કરવાનું બળ મદથી કેધિત બની અંકુશ સામે થતા અને નિરંકુશ ગજોને અંકુશમાં રાખી ખ્યાતિવાન કરનાર, વિપદ્રમાં આવેલા અનેક ભૂપતિઓને સહાય આખાથી સમસ્ત પ્રજામાં વિખ્યાત ઉદારતા વાળ, પૂર્વ અને પશ્ચિમના અનેક ( હજારો) નૃપને મહાસંગ્રામમાં આ વ્રત કરતી ગજસેના ભેદી પિતાનું બાહુબળ દેખાડી, બાહુસહાયના બીજા પ્રખ્યાત નામવાળે, મહેધરને પરમભક્ત શ્રી દદ્દ હતો.
(૫. ૬૩) તેને પુત્ર, પંચમહાશદ પ્રાપ્ત કરનાર, અનેક સંગ્રામમાં ઘન ગજસેના ભેદવામાં ચતુર; કલેક્ષી જનાને દાવાનલ સમાન; દીન, અનાથ અને આજારી જનેને મિત્ર; કમલમંડલ જેવા સ્વજન અને મિત્રોને ઈન્દુ સમાન, ભાગીરથી નદીના પ્રવાહની માફક શત્રુઓને
ભ પમાડે તેવી શક્તિવાળા,-શાન્તનું જે કલકલારવ કરતી મહાન સેનાને નાથ, આદિવરાહ માફક પિતાના ભુજ બળના પરાક્રમથી ભૂમિને (દુછ નૃપતિઓની સત્તામાંથી ) ઉદ્ધારનાર, અને મહેશ્વરને પરમ ભક્ત શ્રી જયભટ કુશળ હાલતમાં સમસ્ત નૃપ, સામન્ત, ભગિક વિષયપતિ, રાષ્ટ્રમહત્ત૨, ગ્રામમહત્તર, આધિકારિક આદિને અનુશાસન કરે છે –
(પ. ૧૮) તમને જાહેર થાઓ કેઃ આ લોક તેમ જ પરલોકમાં મારાં માતાપિતા અને મારા અધ્યયશની વૃદ્ધિ માટે, કેરિલા પથકમાં આવેલા શમીપદ્રક ગામની ઈશાન સીમામાં
૪ (ચાસઠ ) નિવર્તનનું ક્ષેત્ર---જેની સીમાં– પૂર્વે ગોલિકા ગામની સીમા; દક્ષિણે યમલખહલર સરોવર અને મહત્તર મહેશ્વરનું ક્ષેત્ર અને દેવક હજામ(વાપિત )નું વાપક ક્ષેત્ર, પશ્ચિમે શમીપદ્રક ગામથી ધાહદ્ધ ગામ જતો માર્ગ અને ઉત્તરે બરૂટખહલર તડાગ અને કેરિલા ગામમાં રહેતા બ્રાહ્મણ મર્મનું બહ્રદાયનું ક્ષેત્ર. આ ચાર સીમાવાળું આ ક્ષેત્ર ઉદ્રડ સહિત, અને ઉપરિકર સહિત અને ભૂતવાતપ્રત્યાય સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, દશઅપરાધના ગુન્હાના દંડની સત્તા સહિત, વેઠના હક સહિત, ઘર, ૨થાવર અને જંગમ, શેરીએ, પ્રવેશ અને નિર્ગમનનાં સ્થાન, સાગર (?) ચતુષ્પદ પ્રચાર, વાપી, કુપ, તડાગ અને ગામની હદ પર વસનાર સહિત, રાજપુરૂષોના હસ્તપ્રક્ષેપણુમુક્ત, પૂર્વે કરેલાં દેવ અને બ્રાહ્મણને કરેલાં દાનવજે કરી, ભૂમિછિદ્રન્યાયથી, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના
છે. ૧૧
For Private And Personal Use Only